જામનગર: જામનગરની સાધના કોલોનીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થતા એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. શહેરની સાધના કોલોનીમાં મોડી રાત્રે ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જો કે સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત વ્યક્તિએ દમ તોડ્યો હતો. સાધના લોકોનીમાં આ પ્રથમ દુર્ઘટના નથી એક વર્ષ અગાઉ બનેલી દુર્ઘટનામાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
સાધના કોલોનીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. આ ઘટના મોડી રાત્રે બની હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ અને પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફ્લેટ ધરાશાયી થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. જ્યારે આ ઘટનામાં એક વ્યક્તિ દબાયા હતા જેનુ સારવાર દરમિયાન મોત થયું હતું.
ખંભાળિયામાં જર્જરિત મકાન ધરાશાયી થતા 3 લોકોના મોત થયા હતા
ખંભાળિયા શહેરમાં મેઈન બજાર વિસ્તારમાં આવેલા રાજડા રોડ પર એક જૂના અને જર્જરિત મકાનનો કેટલોક ભાગ એક સપ્તાહ પહેલા ધરાશાયી થઈ જતા એક પરિવારના 7 લોકો દટાયા હતા. જેમાંથી 3 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 7 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા. આ લોકોને ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાળિયા સતત વ્યસ્ત એવા મુખ્ય બજાર નજીક રાજડા રોડ વિસ્તારમાં આવેલા આશરે 125 વર્ષ જૂના મકાનમાં એક પરિવારના 11 જેટલા સભ્યો રહેતા હતા.
ખંભાળિયામાં અવિરત વરસાદના કારણે જર્જરિત બની ગયેલા આ મકાનની પાછળનો બે માળનો ભાગ ધડાકાભેર જમીન દોસ્ત થઈ જતા એક જ પરિવારના 11 લોકો દટાયા હતા. રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને 7 લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા છે જ્યારે 3 લોકોના મોત થયા હતા.