Jamnagar Accident :Accident: જામનગરના જોડિયાના બાલંભા નજીક ત્રણ પદયાત્રિના મોત થયા છે. અહીં કચ્છના પદયાત્રિઓને અજાણ્યા વાહન અડફેટે લેતા ત્રણ મહિલા પદયાત્રીના ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માતની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. આ ઘટના વહેલી સવારે 4.30 વાગ્યાના અરસામાં બની હતી. પૂરપાટ ઝડપે આવતા ટ્રેક પદયાત્રી પર ફરી વળ્યો હતો.જેમાં ત્રણ મહિલાના મોત થયા છે જ્યારે અન્ય. અન્ય પાંચ પદયાત્રી મહિલાઓ ઘાયલ થઈ હોવાના અહેવાલ છે. ઘાયલોને સારવાર માટે નજીકરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નોંઘનિય છે કે, કચ્છના સાંતલપુર જિલ્લાના બકુત્રા ગામના આઠ મહિલાઓ પગપાળા દ્વારકાના મંદિર દર્શનાર્થે જઇ રહ્યાં હતા આ સમયે વહેલી સવારે સ્પીડમાં આવતા ટ્રેક તેમને અડફેટે લેતા ત્રણેય મહિલાના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા તો અન્ય 5ને ગંભીર ઇજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મદદે દોડ્યા હતા તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
આજે અકસ્માતનો સોમવાર છે કારણ કે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં અકસ્માતની હારમાળા સર્જાઈ છે. ભાવનગર, જામનગર, સુરેંદ્રનગરમાં અકસ્માતની ઘટના બની છે. સુરેન્દ્રનગરના લીંબડી- રાજકોટ હાઈવે પર અકસ્માતમાં એકનું મોત થયું છે. બોડીયા નજીક કારને અજાણ્યા વાહનનો ચાલક ટક્કર મારી ફરાર થયો હતો. જેના કારણે એક વ્યકિતનું મોત થયું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગર જિલ્લામાં અલગ અલગ સ્થળે બે ખાનગી બસને અકસ્માત નડ્યો....લીમડા નજીક ખાનગી બસ પલટતા જતા 20થી 25 મુસાફરને ઈજા થઈ..તો સિહોરના બાજુડના પાટિયા પાસે ચાલુ બસમાં આગ લાગી...લીમડા નજીક બસ પલટી જતા ઢસા, દામનગર, રંઘોળાની એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા..ઈજાગ્રસ્તોને બહાર કાઢવા બે ક્રેઈન અને ચાર JCB મશીનની મદદ લેવાઈ...અકસ્માતની જાણ થતા લાઠીના ધારાસભ્ય પણ ઘટનાસ્થળે પહોંચ્યા.ખાનગી બસ લીલીયાથી સુરત જઈ રહી હતી..
ભાવનગરમાં જાનૈયાઓની ખાનગી બસમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો..ખાનગી ટ્રાવેલ્સ નારી ગામથી ગારીયાધાર તાલુકાના ઘોબા ગામે જાનૈયાઓને લઈને જઈ રહી હતી...ત્યારે સિહોરના તાલુકાના બાજુડના પાટીયા પાસે બસ પહોંચી...ત્યારે અચાનક બસમાં આગ લાગી...જો કે સમયસર તમામ જાનૈયાઓએ ઇમર્જન્સી બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો...આ દુર્ઘટનામાં જાનૈયાઓના લાખો રૂપિયા અને બે તોલા સોનું બળીને ખાખ થયું...બનાવની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા..