Anant Ambani-Radhika Merchant pre-wedding: બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન બંધનમાં બંધાશે. આ લગ્ન માટે જામનગરમાં એક જ પરિસરમાં એકસાથે 14 મંદિરોનું સુંદર રીતે નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. 



પ્રી વેડિંગ ફંક્શનની તૈયારી શરૂ  


અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. આ લગ્ન સમારોહમાં દેશ-વિદેશથી અનેક મોટા દિગ્ગજો અને સેલિબ્રિટીઓ જોડાશે તેવી ચર્ચા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈએ થવાના છે. જોકે તેના પહેલાં જામનગરમાં 1થી 3 માર્ચ સુધી પ્રી-વેડિંગ સમારોહ યોજાશે. જેમાં ફિલ્મ જગતના જાણીતા કલાકારો અમિતાભ બચ્ચનથી લઈને શાહરુખ ખાન અને બિઝનેસ જગતની હસ્તીઓ સામેલ થશે. આ પ્રી વેડિંગ ફંક્શનને ખાસ બનાવવા અંબાણી પરિવાર કંઇક આવું જ કરી રહી છે જે સ્પેશિયલની સાથે સાથે યાદગાર પણ હોય.


રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણી તેમના દીકરાના લગ્નથી પહેલા જામનગરને મોટી ભેટ આપવા ઈચ્છે છે. એટલા માટે તેમણે અહીં 14 મંદિરોનું નિર્માણ કરાવ્યું છે. અગાઉ પણ અંબાણી પરિવારે જામનગરમાં ભવ્ય મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું.  નીતા અંબાણી તરફથી શરૂ કરાયેલી પહેલ હેઠળ એક વિશાળ પરિસરમાં 14 નવા મંદિરોનું નિર્માણ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


 






નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટર તરફથી એક વીડિયો શેર કરાયો હતો જેમાં મંદિરોમાં વપરાયેલા સુંદર કોતરણી કરેલા સ્તંભ, દેવી દેવતાઓની મૂર્તિઓ અને સુંદર ફ્રેસ્કો સ્ટાઈલ પેઈન્ટિંગ જોવા મળી રહ્યા છે. આ પેઈન્ટિંગ પેઢીઓથી ચાલતી કલ્પનાત્મક વારસાને દર્શાવી રહ્યા છે. અંબાણી પરિવારની આ ખાસ પહેલાની લોકોએ ભારે પ્રશંસા કરી હતી.  જામનગરમાં એક જ પરિસરમાં એકસાથે 14 વિવિધ મંદિરોનું સુંદર રીતે નિર્માણ કરાવાયું છે.    નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટર તરફથી એક વીડિયો શેર કરાયો હતો.