Radhika-Anant pre wedding: દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ટૂંક સમયમાં તે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. ગુજરાતના જામનગરમાં 1-3 માર્ચના રોજ કપલની પ્રી-વેડિંગની ઉજવણી કરવામાં આવશે. આ સમારોહમાં ભારત અને વિદેશમાંથી લગભગ 1000 લોકો ભાગ લેશે. આંતરરાષ્ટ્રીય નેતાઓ અને હસ્તીઓ અનંત-રાધિકાને આશીર્વાદ આપશે. આ ભવ્ય કાર્યક્રમનું ફૂડ મેનુ પણ ખાસ બનવાનું છે.


ફૂડ મેનુ હશે સ્પેશિયલ, 2500 વાનગીઓ પીરસવામાં આવશે


હોસ્પિટાલિટી ટીમના જણાવ્યા અનુસાર, ભોજનને લઈને મહેમાનોની પસંદગીનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. તેથી પ્રી-વેડિંગની ઉજવણીમાં હાજરી સામેલ થનારા તમામ મહેમાનોની ટીમ પાસેથી તેમના ભોજનની પસંદગી વિશે માહિતી માંગવામાં આવી છે. દરેક મહેમાનના ડાયટની જરૂરિયાતોનું ધ્યાન રાખવાનો પ્રયાસ કરવામાં આવશે.


25 શેફની ટીમ જામનગર પહોંચશે


રિપોર્ટ અનુસાર પ્રી-વેડિંગ બેશ માટે ઈન્દોરના લગભગ 25 શેફની ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે. ઈવેન્ટમાં ઈન્દોરી ફૂડને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પારસી, થાઈ, મેક્સિકન, જાપાનીઝ ફૂડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફોકસ પેન એશિયા પેલેટ પર રહેશે. ત્રણ દિવસ સુધી મહેમાનોને 2500 પ્રકારની વાનગીઓ પીરસવામાં આવશે. જેમાં નાસ્તો, લંચ, ડિનર અને મિડનાઇટ નાસ્તાનો સમાવેશ થશે.


મળતી માહિતી મુજબ નાસ્તાના મેનૂમાં 70 ઓપ્શન હશે. મહેમાનોને લંચમાં 250 અને ડિનરમાં 250 પ્રકારના વ્યંજન પીરસવામાં આવશે. ફંક્શનમાં કોઈ ડીશને રિપીટ કરવામાં આવશે નહીં. વેગન ખાનારાઓની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પાર્ટીની મજા માણી રહેલા મહેમાનો માટે મિડનાઇટ નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવશે.


અનંત અંબાણીના લગ્નમાં થશે મહેમાનોનો જમાવડો 
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અનેક વિદેશી હસ્તીઓ હાજરી આપતી જોવા મળશે. અહેવાલ છે કે, બિઝનેસ મેન બિલ ગેટ્સ, ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ અને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પના નામ સામેલ છે. જો કે, આ પ્રતિષ્ઠિત હસ્તીઓના આગમનની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી. આ સિવાય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ પણ અનંત અંબાણીના લગ્નમાં આકર્ષણ જમાવશે. 


આ સ્ટાર્સ કરશે પરફોર્મ - 
આ વર્ષની સૌથી મોટી ઈવેન્ટ એટલે કે 2024માં અનંત રાધિકાના લગ્ન થવા જઈ રહ્યા છે જેમાં પોપ સ્ટાર્સ રીહાન્ના, દિલજીત દોસાંઝ પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરશે. આ ઉજવણી 1 થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં થશે. ભવ્ય લગ્નના પ્રથમ દિવસે, 'એન ઇવનિંગ ઇન એવર' થીમ પાર્ટી હશે જેમાં મહેમાનોને ભવ્ય કોકટેલ ડ્રેસ પહેરવાનું કહેવામાં આવશે. બીજા દિવસે, અ વોક ઓન ધ વાઇલ્ડ સાઇડનું આયોજન કરવામાં આવશે જેમાં જંગલ ફિવર ડ્રેસ કોડ હશે. ત્રીજા દિવસે, મેલા રૂજ પાર્ટીનું આયોજન કરવામાં આવશે જેમાં સ્વદેશી પ્રવૃત્તિઓનું મિશ્રણ હશે અને મહેમાનો તેમના મનપસંદ કપડાં પહેરશે.