Anant Ambani-Radhika Merchant Wedding:: દેશના સૌથી મોટા બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી તેની બાળપણની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેશે. આવી સ્થિતિમાં બંનેના લગ્નની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. અંબાણી પરિવારના આ ભવ્ય લગ્નમાં બૉલિવૂડના તમામ સેલેબ્સ રંગ જમાવવા માટે તૈયાર છે.


અનંત-રાધિકાના લગ્ન માટે બી પ્રાક જામનગર પહોંચ્યા હતા.






રિપોર્ટ્સ અનુસાર, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં અરિજીત સિંહ સહિત ઘણા સિંગર્સના નામ સામે આવ્યા છે, જેઓ આ કપલના લગ્નમાં મહેમાન થવાના છે. આ દરમિયાન સિંગર બી પ્રાકનું નામ પણ આ યાદીમાં સામેલ થયું છે. હાલમાં જ બી પ્રાક પણ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. બી પ્રાક અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન માટે જામનગર પહોંચી ગયા છે.


હોલિવૂડના સિંગર્સ પણ મચાવશે ધમાલ


અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન માટે બી પ્રાક ઉપરાંત અન્ય ઘણા પ્રખ્યાત સિંગરના નામ સામે આવ્યા છે. આ લિસ્ટમાં હોલિવૂડ સિંગર રિહાનાનું નામ પણ સામે આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર આ કપલના લગ્નમાં રિહાના પણ જબરદસ્ત પરફોર્મન્સ આપવા જઈ રહી છે. આ સિવાય અરિજીત સિંહ, દિલજીત દોસાંઝ, અજય-અતુલ પણ આ લિસ્ટમાં સામેલ છે.


અનંત-રાધિકાની પ્રી-વેડિંગ ઈવેન્ટ ખૂબ જ ભવ્ય હશે


નોંધનીય છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન અંબાણી પરિવારના હોમટાઉન જામનગરમાં યોજાશે. આ કપલના પ્રી-વેડિંગ ફંક્શન 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલશે. અંબાણી પરિવારનો ઈવેન્ટ ખૂબ જ ભવ્ય બનવા જઈ રહ્યો છે. જેમાં કાર્નિવલ ફન, ડાન્સ, મ્યુઝિક, વિઝ્યુઅલ આર્ટ અને સ્પેશિયલ સરપ્રાઈઝ પરફોર્મન્સ જોવા મળશે. આ ઉપરાંત જામનગરના ટાઉનશીપ મંદિર સંકુલમાં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં બોલિવૂડથી લઈને બિઝનેસ ટાયકૂન સુધીની અનેક મોટી હસ્તીઓ ભાગ લેશે.


રણબીર-આલિયા ડાન્સ પરફોર્મન્સ આપશે


રિપોર્ટ અનુસાર અનંત-રાધિકાના લગ્નમાં અજય દેવગન, કાજોલ, સૈફ અલી ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, કેટરીના કૈફ, કરણ જોહર, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને કરિશ્મા કપૂર સામેલ થશે. રણબીર અને આલિયા પ્રી-વેડિંગ ફંક્શનમાં ડાન્સ પરફોર્મન્સ કરશે.