જામનગર: ઓમિક્રોનના ખતરા વચ્ચે સૌથી મહત્વના સમચાર સામે આવ્યા છે. જામનગરની સરકારી હોસ્પિટલમાં દક્ષિણ આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા એક વ્યકિતનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા હાહાકાર મચી ગયો છે. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે.
વેરિયન્ટની તપાસ માટે રિપોર્ટ પુણેની લેબમાં મોકલાયો. જીજી હોસ્પિટલમાંથી નમૂના પૂણે લેબમાં મોકલાયા છે. દક્ષિણ આફ્રિકાથી આવેલા વ્યક્તિને હાલ જીજી હોસ્પિટલમાં આઇસોલેશનમાં રખાયો છે.
જામનગરમાં નવા ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. હાલ આ દર્દીને અઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. કોરોના પોઝિટિવ જાહેર થયેલા દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા છે. નવા વેરીયન્ટની ભારતમાં એન્ટ્રી થઇ ચુકી છે ત્યારે આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરવતા દર્દીના રીપોર્ટ પર આરોગ્ય વિભાગની નજર રહેશે.
ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી, સરકારે સત્તાવાર રીતે કરી જાહેરાત
દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે. કર્ણાટકમાં નવા વેરિયન્ટના બે કેસ નોંધાયા છે. નવો વેરિયન્ટ ભારતમાં આવતા સરકાર એલર્ટ બની ગઈ છે. નવા વેરિયન્ટને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સત્તાવાર જાહેરાત કરી છે. આરોગ્ય વિભાગે જણાવ્યા પ્રમાણે, ગઈ કાલે મોડી રાતે રિપોર્ટ આવ્યો હતો. જેમાં 46 અને 66 વર્ષના બે વ્યક્તિમાં કોરોનાનો નવો વેરિયન્ટ મળી આવ્યો છે. બંને કેસ કર્ણાટકના છે. તેમના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોન ઝડપથી અનેક દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. વાયરસના નવા વેરિઅન્ટને અન્ય સ્ટ્રેન કરતા વધુ ખતરનાક અને સંક્રમિત ગણાવવામાં આવી રહ્યો છે. ડબલ્યૂએચઓના જણાવ્યા અનુસાર અત્યાર સુધી આ વાયરસ દુનિયાભરના 25 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને છેલ્લા સપ્તાહમાં તેને વેરિઅન્ટ ઓફ કન્સર્ન જાહેર કરવામાં આવ્યો હતો. અનેક દેશોમાં સંક્રમણથી બચવા માટે ઇન્ટરનેશનલ ઉડાણો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ વચ્ચે એક રાહત આપનારા સમાચાર આવ્યા છે.
વાસ્તવમાં ડબલ્યૂએચઓ અને કોરોના વાયરસ નિષ્ણાંત આ નવા વેરિઅન્ટ પર સતત સ્ટડી કરી રહ્યા છે અને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આખરે આ વાયરસ અન્ય વેરિઅન્ટની સરખામણીએ કેટલો ખતરનાક છે. જ્યારે સાઉથ આફ્રિકામાં વાયરસથી સંક્રમિત થયાને એક સપ્તાહ થઇ ગયો છે. દર્દીઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં નિષ્ણાંતોએ કહ્યું કે કોરોના વાયરસનો આ નવો વેરિઅન્ટ વધુ સંક્રમિત છે પરંતુ આ વેરિઅન્ટથી સાઉથ આફ્રિકામાં કોરોનાથી મૃત્યુ દરમાં ઉછાળો આવ્યો નથી.