Gujarat Election 2022:  ગુજરાતની ઉત્તર જામનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ગુજરાત ચૂંટણીમાં ચર્ચામાં છે. રિવાબાએ ચૂંટણી પ્રચારના પોસ્ટરમાં ભારતીય ટીમની જર્સીમાં રવિન્દ્ર જાડેજાના ફોટાનો ઉપયોગ કર્યો હતો. જેની પહેલા આપના ધારાસભ્યએ જોરદાર નિંદા કરી અને ત્યાર બાદ હવે આ વિવાદે જોર પકડ્યું છે. વિરોધ પક્ષો વિવિધ રીતે રીવાબા અને રવિન્દ્ર જાડેજાને ઘેરી રહ્યા છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના પ્રવક્તા વારિસ પઠાણે બીસીસીઆઈને પૂછ્યું કે શું ભારતીય ટીમની જર્સીમાં કોઈપણ રાજકીય પક્ષને પ્રમોટ કરવું એ કરારના નિયમોની વિરુદ્ધ નથી?

વારિસ પઠાણે શું કહ્યું?

વારિસ પઠાણે ટ્વીટ કરીને સવાલ કર્યો કે શું ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પહેરવી અને રાજકીય પક્ષના પ્રચારમાં સામેલ થવું એ ખેલાડીના કરારનો ભંગ નથી અને શું બીસીસીઆઈના મતે તે હિતોનો ટકરાવ નથી?

વિવાદ વધ્યા બાદ રવિન્દ્ર જાડેજા દ્વારા પોસ્ટરના સ્ક્રીનશૉટને રિટ્વીટ કરીને તેના ટ્વિટર હેન્ડલ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. રિવાબાના એકાઉન્ટમાંથી પણ તે ટ્વીટ ડિલીટ કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે યોજાશે. પ્રથમ તબક્કાના મતદાનમાં ઉત્તર જામનગરની બેઠકનો પણ સમાવેશ થાય છે તેથી રીવાબા પાસે હવે માત્ર થોડા જ દિવસો બાકી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી 8 ડિસેમ્બરે થશે.

કોંગ્રેસ-BJPના વોટ શેરમાં ભારે નુકસાનનો અંદાજ, શું AAP  ગુજરાતમાં રચશે ઇતિહાસ ? સર્વેએ ચોંકાવ્યા

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના મતદાનમાં હવે માત્ર બે દિવસ બાકી છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે રાજ્યની 182 બેઠકોમાંથી 89 બેઠકો પર મતદાન થશે. રાજ્યમાં પહેલીવાર ભાજપ અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીને નકારી રહ્યાં છે, જે તમામ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે, પરંતુ ઘણા સર્વેક્ષણોમાં તે સામે આવ્યું છે કે રાજ્યમાં AAPને હળવાશથી ન લેવી જોઈએ.

AAPની હાજરી ભાજપને કે કૉંગ્રેસને નુકસાન પહોંચાડશે કે કેમ, 8 ડિસેમ્બરના પરિણામો જ કહેશે, પરંતુ તે પહેલાં ABP C Voter સર્વે દર્શાવે છે કે AAP રાજ્યમાં ભાજપ અને કૉંગ્રેસ બંનેના વોટ શેરમાં ઘટાડો કરી શકે છે. સર્વેના અંદાજ મુજબ, આમ આદમી પાર્ટી રાજ્યમાં 20.2 ટકા બેઠકો જીતે તેવી શક્યતા છે. કોંગ્રેસને -12.4%, ભાજપને -3.7% અને અન્યને -4.2% વોટનું નુકસાન છેલ્લી વખતના સર્વેમાં થયું છે.

જૂઓ સર્વેના પરિણામ

પક્ષ

2017

2022 (અનુમાન)

અંતર

કોંગ્રેસ

44.4

29.1

- 12.4

ભાજપ

49.1

45.4

- 3.7

AAP

0.0

20.2

+ 20.2

અન્ય

9.5

5.4

- 4.2

 

ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન છે. તો બાકીની બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. રાજ્યની તમામ 182 બેઠકોના પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ગુજરાતની સાથે હિમાચલની 68 વિધાનસભા બેઠકોના પરિણામ 8 ડિસેમ્બરે જ આવશે. બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે.

નોંધઃ સી-વોટરે ઓક્ટોબરમાં abp ન્યૂઝ માટે આ સર્વે કર્યો છે. સર્વેના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથેની વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાય પર આધારિત છે. એબીપી ન્યૂઝ આ માટે જવાબદાર નથી