દ્વારકા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હજી જાહેર નથી થઈ પરંતુ દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ શરૂ થઈ ગયા છે. આ કડીમાં હવે દેશના ગૃહમંત્રી અનિત શાહ આવતીકાલે એટલે કે 28 મે ના રોજ યાત્રાધામ દ્વારકા આવશે. તેઓ જામનગર એરપોર્ટ પરથી હેલિકોપ્ટર મારફત શનિવારે સવારે 10:55 વાગ્યે દ્વારકા પહોંચશે.ગૃહમંત્રી અમિત શાહ સવારે 11 વાગ્યે જગત મંદિર ખાતે ભગવાન દ્વાકાધીશના દર્શન પૂજન કરશે. ત્યાર બાદ 12 વાગ્યાથી 1.15 સુધી દ્વારકાના મોજપ ખાતે આવેલ કોસ્ટલ પોલિસ એકેડેમીની મુલાકાત લેશે. સાથે સાથે મરીન એકેડેમી ખાતે તાલીમ લઈ રહેલા મરીન પોલીસ કર્મીઓ સાથે ગૃહમંત્રી અમિત શાહ સંવાદ પણ કરશે, ત્યાર બાદ 1:20 ગૃહમંત્રી દ્વારકા હેલિપેડ ખાતેથી જામનગર જવા રવાના થશે.
કોગ્રેસ છોડનાર હાર્દિક પટેલ આ તારીખે ભાજપમાં જોડાઇ શકે છે
ગાંધીનગરઃ કૉંગ્રેસમાંથી રાજીનામું આપનાર હાર્દિક પટેલ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. મળતી જાણકારી અનુસાર, હાર્દિક પટેલના ભાજપમાં જોડાવવાનો તખ્તો તૈયાર થઈ ચુક્યો છે. 30 મેના રોજ હાર્દિક પટેલ ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. પ્રદેશ કાર્યાલય કમલમમાં હાર્દિક પટેલ કેસરિયા કરશે.
ભાજપમાં પ્રવેશ કરતા પહેલા હાર્દિક પટેલ સભા યોજી શક્તિ પ્રદર્શન પણ કરી શકે છે. કેંદ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા હાર્દિકના ભાજપ પ્રવેશ દરમિયાન હાજર રહે તેવી શક્યતા છે. જો કે હાર્દિક કે ભાજપ તરફથી હજુ સુધી આ મામલે કોઈ પુષ્ટી કરવામાં આવી નથી. હાર્દિકના નજીકના વ્યક્તિએ આ માહિતી આપી હતી. સૂત્રો તરફથી મળેલી જાણકારી મુજબ હાર્દિકે પોતાના નજીકના સાથીઓને ફોન અને મેસેજ કરી 29 અને 30 તારીખે ગાંધીનગર આવવા માટે કહ્યું છે.
Gujarat Rain: રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: કેરળમાં ચોમાસુ સક્રિય થયાના 48 કલાક બાદ રાજ્યમાં ક્યારે વરસાદ પડશે તેની આગાહી કરાશે. હાલ રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવીટી શરૂ થઈ ચુકી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મુજબ આ વર્ષે ચોમાસુ સામાનય રહી શકે છે. અરબી સમુદ્રમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જેને લઈ 27 થી 29 તારીખ દરમિયાન દરિયો ન ખેડવા માછીમારોને સૂચના અપાઈ છે.
અમરેલી જિલ્લામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ પર દરિયામાં કરંટ જોવા મળ્યો હતો, અહીં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં વાદળછાયા વાતાવરણને લઈ આજે તાપમાન 2 ડિગ્રી સુધી ઘટી શકે છે. ગુજરાતમાં મેઘરાજા પધરામણી કરે તે પહેલાં તકેદારી માટે પૂરતી કામગીરીને લઈ સરકાર સજ્જ છે.