Jamnagar: નજીવી બાબતે બબાલ થતાં એક ભાઇએ બીજા ભાઇના માથે તાક્યો તમંચો, બન્ને ઇજાગ્રસ્ત

જામનગરમાં ગઇકાલે એક ફાયરિંગની ઘટના સામે આવી છે, અહીં જિલ્લાના લાલપુરના મુરીલા ગામે બે ભાઇઓ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ ઝઘડો થયો હતો,

Continues below advertisement

Jamnagar: જામનગરમાં ફરી એકવાર જાહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે, અહીં એક શખ્સે દેસી તમંચાથી ફાયરિંગ કર્યુ છે, જેમાં બે લોકોને ઇજા પહોંચી છે, હાલમાં બન્ને સારવાર અર્થે હૉસ્પીટલમાં છે. 

Continues below advertisement

જામનગરમાં ગઇકાલે એક ફાયરિંગની ઘટના સામે આવી છે, અહીં જિલ્લાના લાલપુરના મુરીલા ગામે બે ભાઇઓ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ ઝઘડો થયો હતો, અને આ ઝઘડો ફાયરિંગની ઘટના પરિવર્તિત થઇ ગયો છે. કોઇવાત પર સામાન્ય બોલાચાલી બાદ દેશી તમંચા એકે બીજા પર ફાયરિંગ કર્યુ હતુ, જોકે, આ ફાયરિંગમાં બન્ને ભાઇ ઇજાગ્રસ્ત થયા છે, નારણ વસરાએ કરેલા ફાયરિંગમાં ખીમા વસરા ઈજાગ્રસ્ત થયો હતો, અને તેમને જીજી હૉસ્પીટલમાં સારવાર ખસેડવામાં આવ્યો હતો. 

 

લૂંટ, મર્ડર બાદ હવે ફાયરિંગની ઘટનાથી અંજારમાં ભયનો માહોલ, પોલીસે નબીરાની કરી ધરપકડ

કચ્છમાં એક પછી એક ગુનાખોરીની પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે, લૂટ, મર્ડર બાદ હવે પૂર્વ કચ્છ અંજારમાં ફાયરિંગની ઘટનાથી શહેરમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે, જોકે, આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક ધોરણે નબીરા ધરપકડ કરી લીધી હતી. ઘટના એવી છે કે, ગઇ રાત્રે પૂર્વ કરછ અંજારમાં એક સનસનીખેજ ચોંકાવનારી ફાયરિંગની ઘટના ઘટી હતી, અંજારના જીઆઈડીસીમાં આવેલ પેટ્રોલ પંપની બાજુમાં  મોડી રાત્રે કારચાલકે એક યુવાન ઉપર અચાનક ફાયરિંગ કરી દીધુ હતુ. જોકે, આ ફાયરિંગ કયા કારણોસર કરવામાં આવ્યુ તે અંગે હજુ કોઇ માહિતી સામે આવી નથી. પોલીસે ફાયરિંગ કરનારા આરોપીની ધરપકડ કરી લીધી છે અને આ અંગે તપાસ પણ હાથ ધરી છે. નોંધનીય છે કે, પૂર્વ કચ્છ અંજારમાં છેલ્લા દિવસોથી ફાયરિંગ, લૂંટ અને મર્ડર જેવા અનેક ગુનાખોરીના બનાવો સામે આવ્યા છે, અને આવી ઘટનાઓથી શહેરમાં લોકોમાં ભયનો માહોલ સર્જાઇ ગયો છે. 

 

નજીવી બાબતે બોલાચાલી બાદ અસામજિક તત્વોએ હવામાં કર્યુ ધડાધડ ફાયરિંગ, શહેરમાં ભયનો માહોલ, પોલીસ દોડતી થઇ

શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોએ ભયનો માહોલ ફેલાવી દીધો છે, મોરબીના વાંકાનરેમાં એક જુની અદાવતના કારણે બે શખ્સો વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી, આ વાતનો ખાર રાખીને એક જૂથના વ્યક્તિએ હવામાં ધડાધડ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતાં લોકોમાં ભય ફેલાયો છે. જોકે, આ મામલે પોલીસને જાણ થતાંની સાથે જ પોલીસે ફાયરિંગ કરનારા સામે તપાશ શરૂ કરી દીધી હતી.

માહિતી પ્રમાણે, ગઇકાલે મોરબી જિલ્લાના વાંકાનેરમાં જુના જકાતનાકા પાસે આ ફાયરિંગની ઘટના ઘટી હતી, આ ઘટનામાં એકે યુવાનના ભાઈ સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી બીજા શખ્સે હવામાં ફાયરિંગ કર્યું હતુ. બોલાચાલીનો ખાર રાખી આરોપીએ યુવાનના ઘર પાસે આવી પહેલા ઝઘડો કર્યો હતો, અને બાદમાં બંદૂક કાઢી યુવાન ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ભય બતાવવા હવામાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતુ. 

જોકે, આ અંગે વાંકાનેરની વિવેકાનંદ સોસાયટી નજીક રહેતા મહેશભાઈ કાનાભાઈ ગોલતરે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, આ ઘટનામાં સતુભા દરબાર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, વાંકાનેર સીટી પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

Continues below advertisement
Sponsored Links by Taboola