Jamnagar News: જામનગરના શેખપાટનાં મહિલા સરપંચનો પતિ અને ઉપસરપંચ લાંચ લેતાં પકડાયા હતા. જામનગર એસીબી ટીમ દ્વારા 'એન્ટી કરપ્શન ડે'ના દિવસે જ સફળ છટકું ગોઠવી ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. માટીનાં કામ માટે કોન્ટ્રાક્ટર પાસેથી બંન્નેએ રૂા.30-30 હજારની લાંચ માંગી અને જામનગરમાં લાલ બંગલા પાસે લેવા આવતા રંગેહાથ ઝડપાયા હતા.


વર્લ્ડ એન્ટી કરપ્શન ડેના દિવસે જ છટકામાં ઝડપાયું દંપત્તિ


જામનગરની એન્ટી કરપ્શન શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. ગોહેલ તેમજ એ.સી.બી. ની સમગ્ર ટીમ દ્વારા નવમી ડિસેમ્બરના દિવસે 'વર્લ્ડ એન્ટી કરપ્શન ડે' ની ઉજવણી કરવામાં આવી હતી, અને તે અંગેનો જામનગરની એક સ્કૂલમાં કાર્યક્રમ પણ યોજાયો હતો, અને વિદ્યાર્થીઓને લાંચ રૂશ્વત ધારા સંબંધી જરૂરી માહિતીઓ પૂરી પાડવામાં આવી હતી, અને તે અંગેના જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન એસીબીની ટીમ દ્વારા લાંચનું સફળ ઓપરેશન પણ પાર પાડવામાં આવ્યું હતું.


કોન્ટ્રાક્ટરને માટીકામ કરવા દેવા માંગી હતી લાંચ


જામનગર તાલુકાના શેખપાટ ગામના મહિલા સરપંચના પતિદેવ મનસુખ નાથા ચાવડા કે જેઓ શેખપાટ ગામના હાલ સભ્ય છે. તે ઉપરાંત ઉપ સરપંચ રામજીભાઈ કણઝારીયા કે જેઓએ ગામમાં જ એક કોન્ટ્રાક્ટરને માટીકામ કરવા દેવા માટે લાંચની માંગણી કરી હતી. અમારા ગામમાં કામ કરવું હોય તો તમારે પૈસા તો આપવા જ પડશે. તેમ કહીને કોન્ટ્રાક્ટર પાસેથી બંને એ 30-30 હજાર રૂપિયા ની લાંચની માંગણી કરી હતી.


લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા


જો કે કોન્ટ્રાક્ટર તે રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ જામનગર ની  એ.સી.બી. શાખાનો સંપર્ક સાધ્યો હતો, અને જામનગરના લાલ બંગલા સર્કલમાં  નવમી ડિસેમ્બરના મોડી સાંજે લાંચની રકમ આપવા માટેનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જે મુજબ જામનગર એ.સી.બી.ની ટીમ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી, અને ફરિયાદી કોન્ટ્રાક્ટર પાસેથી મહિલા સરપંચના પતિ અને ઉપ-સરપંચ રૂપિયા ત્રીસ ત્રીસ હજારની લાંચની રકમ સ્વીકારવા માટે આવતાં એ.સી.બી.ની ટીમે બંનેને રંગે હાથ ઝડપી લીધા હતા. તેઓને જામનગર એ.સી.બી.ની કચેરીમાં લઈ જવામાં આવ્યા હતાં અને તેઓ સામે લાંચ રૂશ્વત ધારા હેઠળ હાથ ધરવામાં આવી હતી.


કમાણીનો આવ્યો મોકો, આગામી સપ્તાહે થશે રૂ. 2500 કરોડનો ખેલ, ખુલી રહ્યા છે 6 કંપનીઓના આઈપીઓ