કૉલેજમાં રેગિંગ કરવાનાને લઈ જામનગરની ફિઝિયોથેરાપી કોલેજમાં કડક સજા કરાઈ છે.  28 જેટલા જુનિયર વિદ્યાર્થીઓ સાથે 15  સિનિયર વિદ્યાર્થીઓએ કરેલા રેગિંગમાં એન્ટી રેગિંગ કમિટી દ્વારા ભોગ બનનારના નિવેદનો બાદ જવાબદાર તમામ વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.    ત્રીજા અને ચોથા વર્ષના 6 વિદ્યાર્થીઓને કાયમી માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરાયા છે.    8 વિદ્યાર્થીઓને એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. તેમજ 6 વિદ્યાર્થીઓ એક વર્ષ માટે પરીક્ષામાં બેસી શકશે નહિ. જ્યારે તમામ વિદ્યાર્થીઓના પરિણામ જ્યાં સુધી તેમના વર્તનમાં પરિવર્તન ન આવે ત્યાં સુધી અનામત રાખવામાં આવશે. જામનગર ખાતે ફિઝિયોથેરાપી કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સીપાલે જણાવ્યું હતું કે, બોયઝ હોસ્ટેલમાં થયેલા રેગિંગ સંદર્ભે એન્ટી રેગિંગ કમિટી આકરા પાણીએ જોવા મળી હતી અને કુલ 15 વિદ્યાર્થીઓ સામે સજાના ભાગરૂપે જુદા-જુદા આકરાં પગલાં લેવામાં આવ્યાં છે અને 6 વિદ્યાર્થીઓને કાયમી માટે સસ્પેન્ડ કરાયા છે. જ્યારે 8 વિદ્યાર્થીઓને એક વર્ષ માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. ઉપરાંત 6 વિદ્યાર્થીઓ એક વર્ષ માટે પરીક્ષામાં બેસી શકશે નહીં તથા સજા પામનાર તમામ વિદ્યાર્થીઓના પરિવર્તનમાં સુધારો નહિ આવે ત્યાં સુધી તેઓના પરિણામ અનામત રાખવાની પણ ભલામણ કરવામાં આવી છે. શિક્ષણ જગતને લાંછન લગાવતી રેગિંગની ઘટનામાં ભોગ બનનારાઓના નિવેદનના આધારે એન્ટી રેગિંગ કમિટી દ્વારા શુક્રવારે સાંજે તૈયાર કરેલો રિપોર્ટ સોંપી આપવામાં આવ્યો છે.


ફિઝીયો થેરાપી કોલેજના પ્રિન્સીપાલ ડો.દિનેશ સોરાણીએ માહિતી આપી હતી કે આ રિપોર્ટમાં 15 જેટલા વિદ્યાર્થીઓ ઉપર જુદા જુદા દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે, જે અંગેની જાણ તેમના વડીલોને જાણ કરવામાં આવી હતી. ઉપરાંત રેગીંગ કાંડમાં જવાબદાર વિદ્યાર્થી એક વર્ષ માટે કોઇપણ સ્પર્ધાત્મક કે કોન્ફરન્સમાં ભાગ નહીં લઇ શકે. એન્ટી રેગીંગ કમિટી દ્વારા સોંપાયેલા રિપોર્ટ બાદ દંડાત્મક પગલાં લેવામાં આવશે અને જવાબદાર વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહીનો આદેશ કરાયા છે.  


ખેડામાં સતત બીજા દિવસે ઓમિક્રોનના 3 કેસ નોંધાતા ખળભળાટ


ગુજરાતમાં ઓમિક્રોનના કેસોમાં સતત વધારો થતાં સરકારની ચિંતમાં વધારો થયો છે. ખેડા જિલ્લામાં આજે ઓમીક્રોનના વધુ ત્રણ કેસ નોંધાયા છે. ઓમીક્રોન વેરિએન્ટના ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6 કેસ નોંધાયા છે. ગઈ કાલે નડિયાદ શહેરમાં ત્રણ કેસ નોંધાયા હતા. નડિયાદ તાલુકાના પીપલગ ગામના એક જ પરિવાર ના ત્રણ સભ્યોને ઓમીક્રોન પોઝીટીવ આવ્યો છે. 


યુકેથી આવેલા પરિવારના સભ્યો ઓમીક્રોનના વેરિએન્ટથી સંક્રમિત બન્યા છે. ત્રણેય દર્દીઓને નડિયાદની સિવીલ હોસ્પિટલમાં એમીક્રોન સ્પેશ્યલ આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ ખસેડાયા છે. ખેડા જિલ્લા આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે. લોકો કોવિડની ગાઈડલાઇન્સનું પાલન નથી કરી રહ્યા. હવે તંત્ર દ્વારા કડક એક્શન લેવામાં આવે તે જરૂરી.


રાજકોટમાં વધુ એક ઓમિક્રોનનો કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે.  21 વર્ષની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઓમિક્રોન રિપોર્ટ પોઝિટીવ આવતાં સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. હાલ ઓમિક્રોંનના બે દર્દીઓ સારવાર હેઠળ છે. ઓમિક્રોન વેરિયન્ટનો ભોગ બનનારની ટ્રાવેલ હિસ્ટ્રી લંડનની બહાર આવી છે.