અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના નવા વેરીયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે. રાજ્યમાં જામનગરમાં ઓમિક્રોન વાયરસના સંક્રમણનો પહેલો  કેસ નોંધાયો હતો. . હવે જામનગરમાં વધુ બે ઓમીક્રોન પોઝિટીવ દર્દીઓ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે ગુજરાતમાં ઓમિક્રોનના કુલ ત્રણ કેસ નોંધાયા છે. આ ત્રણેય કેસ જામનગરમાં છે.


સત્તાવાર રીતે અપાયેલી માહિતી પ્રમાણે જામનગરમાં બહારથી આવેલા જે વૃદ્ધ દર્દીનો અગાઉ ઓમીક્રોન વેરીયેન્ટ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો તેમના  સંપર્કમાં આવેલા બે વ્યક્તિના સેમ્પવ લેવાયા હતા અને પૂણે ખાતે મોકલવામાં આવ્યા હતા.  ગાંધીનગરથી સેમ્પલ ચકાસણીમાં ઓમીક્રોન વેરીયન્ટ હોવાનું બહાર આવ્યું છે. જામનગરનવા નાયબ મ્યુ કમિશ્નર એ કે વસ્તાનીએ આ જાહેરાત કરી છે.


ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો હતો. ઝિમ્બાબ્વેથી 28 નવેમ્બરે ગુજરાત આવેલા જામનગરના 72 વર્ષીય વૃધ્ધને કોરોનાના લક્ષણ દેખાતાં તેમના સેમ્પલ લેવાયા હતા. તેમનો 2 ડિસેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.


આ વૃધ્ધમાં ઓમિક્રોનના શંકાસ્પદ લક્ષણ જોવા મળતાં સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યું હતું. આ વૃધ્ધનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતાં શહેરનું આરોગ્યતંત્ર હરકતમાં આવી ગયું હતું. તેમની સાથે સંપર્કમાં આવેલા લોકોના પણ સેમ્પલ લેવાયા હતા ને તેમાંથી બે લોકોના ઓમિક્રોન ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.


 ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો આ પ્રથમ કેસ નોંધાતાં રાજ્યના મુખ્ય સચિવે જામનગરના કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓ સાથે રિવ્યુ મીટિંગ બોલાવી હતી.  મુખ્યમંત્રીએ પણ તાત્કાલિક રિવ્યુ બેઠક બોલાવી હતી. મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આરોગ્ય પ્રધાન સાથે ત્વરિત બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ઓમિક્રોન વેરિઅન્ટના ખતરાને પહોંચી વળવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.


Metro Brands IPO: રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ કરેલ મેટ્રો બ્રાન્ડ્સનો IPO આજથી ખુલશે, જાણો કેટલી છે પ્રાઈસ બેન્ડ


Defence Ministry Recruitment 2021: સંરક્ષણ મંત્રાલયમાં આ જગ્યાઓ પર નીકળી ભરતી, જાણો વિગતે


SBI CBO Recruitment 2021: એસબીઆઈમાં સર્કલ આધારિત અધિકારીઓની 1226 જગ્યાઓ માટે ભરતી, જાણો વિગતે


રેસિડેન્ટ તબીબોની માંગ સ્વીકારાતા અમદાવાદમાં તબીબોએ હડતાળ કરી પૂર્ણ


રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરને વિદેશથી આવેલા પ્રવાસીઓનું સઘન ટેસ્ટિંગ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી. આ બેઠક બાદ  આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે જામનગરની ડેન્ટલ કોલેજમાં જેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા તે પૈકી 4 વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ પૈકી  એકને ઓમિક્રોન વેરિયન્ટ ડિટેક્ટ થયો છે.