Jamnagar : જામનગર ખાતે લમ્પી વાયરસ નિયંત્રણ કામગીરી અંગે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગર મહાનગરપાલિકાના  અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. જામનગર શહેરમાં લમ્પી વાયરસગ્રસ્ત પશુઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સાત  એમ્બ્યુલન્સને રાઘવજી પટેલે લીલીઝંડી આપી આપી હતી અને જામનગર મહાનગરપાલિકા પ્રશાસન સાથે બેઠક કરી કૃષિમંત્રી રાઘવજી પટેલે પશુઓમાં પ્રસરી રહેલા લમ્પી વાયરસને નિયંત્રણમાં લાવવા તથા પ્રશાસન દ્વારા ચાલી રહેલ રસીકરણ અને સારવાર કામગીરીને લઈને માર્ગદર્શન આપી સુચનો કર્યા હતા. 


જામનગર શહેરમાં આગામી સમયમાં વોર્ડ નંબર 6માં અસરગ્રસ્ત પશુઓની સારવાર  માટે આઇસોલેશન વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત જામનગર શહેરમાં લમ્પી વાયરસગ્રસ્ત પશુઓની સારવાર માટે 24 કલાક જરૂરી સ્ટાફ સાથે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. 


રાજ્યમાં  પોણા છ લાખ પશુઓને વેશકીનેશન કરાયું
જામનગર સહિત રાજ્યભરમાં  લમ્પી વાયરસને લઈને સરકાર એક્સનમાં આવી છે. જામનગરમાં રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે અત્યાર સુધીમાં જામનગર સહીત સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી પોણા છ લાખ પશુઓને વેશકીનેશન કરાયું છે.  લમ્પી વાયરસને કારણે  1240 પશુઓના સતાવાર મોત થયા છે. 
તેમણે કહ્યું કે પશુઓની સંપૂર્ણ ચિકિત્સા માટે સરકાર યોગ્ય પગલાં ભરી રહી છે. 


કચ્છમાં લમ્પી વાયરસથી હાહાકાર, મૃત ગાયોના થયા ઢગલા
લમ્પી વાયરસના આતંકથી કચ્છમાં હાહાકાર મચી ગયો છે. મોટી સંખ્યામાં ગૌવંશના મૃત્યુ થયાના અહેવાલ સામે આવતા અનેક સવાલો ઉઠ્યા છે. ભુજ નગરપાલિકાની ગોર બેદરકારી સામે આવી છે. ભુજ શહેરના પાલિકાના ડમ્પીંગ સ્ટેશન ઉપર જોવા મળેલી મૃતક ગાયોને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો બીજ તરફ મૃતક ગાયોના સવાલથી ભુજ નગર પાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરએ ગોળ ગોળ વાતો કરી વાતને ટાળી હતી.


તો બીજી તરફ ગાયોના મોતને લઈને કોંગ્રેસ સહિત વિપક્ષ આકરા પાણીએ છે. કચ્છ કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્ર સિંહ જાડેજાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ભુજ નગરપાલિકાના નાગોર રોડ ઉપરથી જે મૃત ગાયોના વીડિયો આવ્યા છે તે હદયને કંપાવી દે તેવા છે. 


આ મૃત ગાયોનો નિકાલ તાત્કાલિક કરવામાં આવે. સરકાર અને તંત્ર મેળાઓ અને ઉત્સવમાં જેટલી તત્પરતા બતાવે છે પંરતુ ગાયો માટે કેમ ચૂપ છે. કચ્છ કલેકટર અને વહીવટી તંત્ર દ્વારા મૃત ગાયોનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માગ કરી છે.