Jamnagar News: જામનગર જિલ્લાના લાલપુર ગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં એક પ્રેમ પ્રકરણમાં એક મહિલાની નૃશંસ હત્યા કરવામાં આવી છે. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ ઘટના દિયર-ભાભી વચ્ચેના અનૈતિક સંબંધને કારણે બની છે.


મેધપર પોસ્ટના જાખર ગામમાં ચોંકાવનારી ઘટનામાં એક યુવકે પોતાની ભાભીની હત્યા કરી ફરાર થઈ ગયો છે. મળતી માહિતી મુજબ, વિજયસિંહ મોઢા નામના આરોપીએ રાત્રિના સમયે પોતાની ભાભી રીનાબા બળવંતસિંહ સોઢાને માથાના ભાગે માર મારી હત્યા કરી હતી.


ઘટના બાદ આરોપી વિજયસિંહ પોતાની સ્પેલન્ડર પ્લસ મોટરસાઇકલ લઈને જાખર ગામની સીમ તરફ નાસી ગયો હતો. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.


ફરિયાદીની વિગતો



  • ફરિયાદી: બળવંતસિંહ પ્રેમસંગજી સોઢા (36 વર્ષ)

  • વ્યવસાય: ડ્રાઇવિંગ

  • હાલનું સરનામું: ધર્મેન્દ્રસિંહ જેઠવાનું મકાન, જાંખર ગામ, સોસાયટી વિસ્તાર

  • મૂળ વતન: માંડવી તાલુકો, કચ્છ


ફરિયાદમાં જણાવ્યા મુજબ:



  • આરોપી (દિયર) અને મૃતક (ભાભી) વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ હતો

  • પતિની સમજાવટ બાદ પરણીતાએ દિયરથી અંતર જાળવવાનું શરૂ કર્યું

  • પરણીતા દિયરનું કહ્યું માનતા ન હતા, જેના કારણે દિયર તેમના પ્રત્યે ખાર રાખતો થયો

  • આરોપીએ 30 વર્ષીય ભાભી રીનાબા પર પથ્થર વડે હુમલો કર્યો

  • મોઢા અને કપાળ પર થયેલી ઈજાઓને કારણે રીનાબાનું મૃત્યુ નિપજ્યું.


પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી અને મૃતક વચ્ચે અગાઉ પ્રેમ સંબંધ હતો. જે બાબતે મૃતકના પતિએ વાંધો ઉઠાવતા બંને વચ્ચે ઝઘડા થતા હતા. આ જ ખાર રાખી આરોપીએ આ ઘાતક કૃત્ય કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.


પોલીસની એફઆઈઆર અનુસાર, ગુન્હો બી.એન.એસ. કલમ- ૧૦૩ મુજબ તે એવી રીતે કે, આ કામેના આરોપી કે જે ફરીયાદીના નાના ભાઇ હોય અગાઉ તેને અને ફરીયાદીની પત્ની વચ્ચે પ્રેમ સબંધ બંધાયેલ હતો બાદ ફરીયાદીએ પોતાની પત્ની આ કામેના મરણજનારને સમજાવતા તેઓ માની ગયેલ હતા અને ફરીયાદીના કહેવા મુજબ આરોપીથી દુર રહેતા હતા અને આ કામેના આરોપી વિજયસિંહના કહ્યા મુજબ કશુ કરતા ન હતા કે તેનુ કહ્યુ માનતા ન હતા જે બાબતેનો ખાર રાખી આ કામેના આરોપીએ ફરીયાદીની પત્ની રીનાબા ઉ.વ.૩૦ વાળા ઉપર પથ્થરથી હુમલો કરી મોઢા ઉપર તથા કપાળ ઉપર વિગેરે જગ્યાએ માર મારી ખુન કરી નાંખ્યું હું.


પોલીસ ઈન્સ્પેક્ટર પી.ટી. જયસ્વાલના માર્ગદર્શન હેઠળ મેઘપર પોલીસ બનાવની તપાસ કરી રહી છે અને આરોપીની શોધખોળ ચાલુ છે.


આ પણ વાંચોઃ


શું ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત થશે? SCO શિખર સંમેલનમાં ભાગ લેવા પાકિસ્તાન જશે ભારતના આ મંત્રી