જામનગરઃ તાજીયાની રાતે વીજશોટ લાગતા દસથી વધુ લોકોને ઇજા પહોંચી છે. શહેરના  ધરારનગર વિસ્તારમાં ગત રાત્રીના સમયે ઘટના બની વીજશોક લગતા બે વ્યક્તિઓના મોત થયા છે. ઇજાગ્રસ્ત થયેલ તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. શહેરમાં ગોઝારી દુર્ઘટના બનતા SP પ્રેમસુખ ડેલુ જી જી હોસ્પિટલે પહોંચ્યા હતા. કઈ રીતે આ ઘટના બની તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.


સોમવારે મધરાતે તાજિયાના જુલૂસ કાઢતી વખતે દુર્ઘટના સર્જાઈ ગઈ હતી. તાજિયાના ઉપરના ભાગે વીજવાયર અડી જવાથી શોર્ટ સર્કિટ થયું હતું.. ઘાયલ થયેલા સંખ્યાબંધ લોકોને જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સારવાર દરમિયાન વીજકરંટ લાગેલા બે યુવકનાં મોત થયા હતા, જ્યારે અન્ય 12 જેટલા યુવકને સારવાર આપવામાં આવી રહી છે.


વીજકરંટથી ઘાયલ થયેલા યુવકોને મધરાતે જ યુદ્ધના ધોરણે જી. જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન આસિફ યુનુસભાઈ મલેક (ઉ.વ. 23, રહે. ધરારનગર) અને મહંમદ વાહીદ (ઉ.વ. 25)નાં મોત થયા હતા.બનાવની જાણ થતા જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘટના કેવી રીતે બની તે સહિતની વિગતો મેળવીને જરૂરી કાર્યવાહી કરવા પોલીસ અધિકારીને સૂચના આપી હતી.


Gujarat Swine Flue : ચોમાસામા વધેલા રોગચાળાને લઈ આરોગ્ય મંત્રીની મહત્વની બેઠક મળી


બનાસકાંઠાઃ પાલનપુર સિવિલમા સ્વાઇન ફ્લૂથી વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. જિલ્લામા સ્વાઇન ફ્લૂથી 2 મોત થયા છે. જ્યારે 4 દર્દી સારવાર હેઠળ છે. સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ બનાવાયો  છે. 4 દર્દી ઓકસીજન પર છે. જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો થઈ રહ્યો છે. 


અમદાવાદમાં સ્વાઇન ફ્લુનો કહેર ચિંતાજનક સ્થિતિમાં છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ઓગષ્ટ માસમાં 99 કેસ નોંધાયા હતા. જ્યારે જુલાઈ મહિનામાં 30 કેસ સ્વાઇન ફ્લૂના નોંધાયા હતા. વર્ષ 2022માં સ્વાઇનફ્લૂના કુલ 122 કેસ નોંધાયા. સિવિલ હોસ્પિટલમાં 10 વર્ષીય અને 10 મહિનાનું બાળક સારવાર હેઠળ છે. 
સોલા સિવિલ હોસ્પિટલમાં બે દર્દીઓ દાખલ છે. એલજી અને શારદાબેન હોસ્પિટલમાં કુલ 15 દર્દીઓ દાખલ છે. હાલ સુધી એક પણ મૃત્યુ સ્વાઇન ફ્લૂના કારણે નહિ.


ચોમાસામા વધેલા રોગચાળાને લઈ આરોગ્ય મંત્રીની મહત્વની બેઠક મળી હતી. આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષા સુથાર, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ  હાજર રહ્યા હતા. મંકીપોક્સ અંગે તૈયારીઓની સમીક્ષા, સ્વાઇન ફ્લૂના કેસો સહિત અન્ય મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળા અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. 


વડોદરામાં પાલિકાના આરોગ્ય વિભાગનું ચેકીંગ. 8 દિવસમાં 4.46 લાખ ઘરનો સર્વે કરાયો હતો. જેમાં તાવના 6254, ઝાડાના 695, ડેન્ગ્યુ 22, ચિકનગુનિયા 26, કોલેરા 6, સ્વાઇન ફલૂ 39 દર્દીઓ મળ્યા. સૌરાષ્ટ્રમાં કોરોના ફફડાટ વધ્યો છે. રાજકોટમાં બે દિવસ પહેલા કોરોના ગ્રસ્ત દર્દીના મોત બાદ વધુ એક દર્દીનું મોત થયું હતું. વેરાવળમાં દાખલ થયેલા કોરોના સંક્રમિત દર્દીનું મોત થયું હતું. બે દિવસમાં બે મોત , સ્વાઇન ફ્લૂથી અત્યાર સુધી એક મોત થયા છે. જ્યારે  ત્રણ દર્દી વેન્ટિલેટર ઉપર છે.