દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, દ્વારકામાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. દ્વારકામાં વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા હતા. જામનગરના લાલપુર પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. લાલપુરની ઉમાધામ સોસાયટી, ચાર થાંભલા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ક્રિષ્ના પાર્ક સોસાયટી, એસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. પૂર્વ કચ્છમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ખેડોઈ,મથડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં આ તારીખથી અતિભારે વરસાદ વરસશે, અંબાલાલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મત મુજબ 3થી 7 જૂલાઈમાં ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, સમી, હારીજમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. માંડલ, દસાડા, વિરમગામ, મહેસાણામાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. કચ્છ, પંચમહાલના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. મહીસાગર, બોડેલી, કરજણમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે. ભરૂચ, નવસારી, સુરતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 4 જુલાઇથી ગુજરાતમાં ફરી એક ભારે વરસાદનો આ રાઉન્ડ આવશે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સિસ્ટમ સર્જાઇ છે. જેના કારણે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.

સોરાષ્ટ્રમાં  કચ્છમાં 4 જુલાઇ સુધી હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની પણ શક્યતા આ સાથે પવનની ગતિ પણ વધુ રહેવાનું અનુમાન છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદને  લઇને યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજું એક સપ્તાહ સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. હજુ એક સપ્તાહ વરસાદી માહોલ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જેથી 2 અને 3 જુલાઈએ ભારે વરસાદની  આગાહી છે.  દીવ, આણંદ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની તીવ્રતાની શક્યતાને જોતા  યલો એલર્ટ અપાયું છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. નવસારી, ડાંગ, વલસાડમાં  પણ વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. દમણ અને દાદરા અને નગરહવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.