જામનગર: ગુજરાતના જાણીતા પાટીદાર આગેવાન નરેશ પટેલ ક્યારે રાજકારણમાં જોડાશે તેને લઈને રોજે રોજ નવી નવી અટકળો થતી રહે છે. નરેશ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે તેવી વાતો ઘણા સમયથી ચાલી રહી છે. જો કે, તેની તારીખ હજી સુધી સામે આવી નથી. તો બીજી તરફ હવે નરેશ પટેલ ભાજપના નેતાઓ સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું છે.




હકિકતમાં નરેશ પટેલ જામનગરના મહેમાન બન્યા હતા. જ્યાં તેઓ જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના યજમાન પદે શરૂ થયેલી ભાગવત સપ્તાહની પોથી યાત્રામાં જોડાયા હતા. સૌથી મોટી વાત એ છે કે આ પોથી યાત્રા દરમિયાન તેઓ જે રથમાં બેઠા હતા તેમા ભાજપના નેતા વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર અને શંભુપ્રસાદ ટૂંડિયા પણ હાજર હતા. હવે આ પોથી યાત્રાની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. જેને લઈને ઘણી અટકળો પણ કરવામાં આવી રહી છે. આ સપ્તાહમાં ભાજપના અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા જેમા વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આર.સી.ફળદુનો પણ સમાવેશ થાય છે. નરેશ પટેલે આ તમામ નેતાઓ સાથે વાતચીત કરી હતી અને એક જ રથમાં જોવા મળ્યા હતા.


હવે બધાની નજર નરેશ પટેલ દ્વારા કરવામાં આવી રહેલા સર્વે પર ટકી છે. નરેશ પટેલે પહેલા પણ કહ્યું હતું કે, મારા રાજકારણમાં પ્રવેશવાને લઈને સર્વે ચાલી રહ્યો છે. એ સર્વેનું પરિણામ આવશે ત્યાર બાદ રાજકારણમાં જોડાવા અંગે હું નિર્ણય લઈશ.


ખોડલધામમાં આંતરિક જુથવાદ ? નરેશ પટેલના રાજકીય પ્રવેશ પહેલા જ રિપોર્ટને લઈને મતમતાંતર
રાજકોટઃ ખોડલધામમાં આંતરિક જુથવાદ જોવા મળ્યો. રમેશ ટીલાળાના નિવેદનને ખોડલધામના પ્રવક્તાએ વ્યક્તિગત નિવેદન ગણાવ્યું. રમેશ ટીલાળાએ નરેશ પટેલને રાજકારણમાં ન જોડાવું જોઇએ તેવો સર્વેનો રિપોર્ટ હોવાનું કહ્યું હતું. જો કે હસમુખભાઈ લણાગરિયા, પ્રવક્તાએ આવો રિપોર્ટ ન આવ્યો હોવાનો કર્યો દાવો. આવતીકાલે ખોડલધામના હાઇકમાન્ડને સર્વેનો રિપોર્ટ સોંપાશે. રિપોર્ટ આવે તે પહેલા જ ખોડલધામમાં મતમતાંતર જોવા મળ્યા.


ગજરાતના રાજકારણમાં હાલ એક પ્રશ્નની સૌથી વધુ ચર્ચા થઇ રહી છે, અને એ પ્રશ્ન છે, નરેશ પટેલ ક્યાં પક્ષમાં જોડાશે? ખોડલધામ પ્રમુખ તેમજ પાટીદાર અગ્રણી નરેશ પટેલને પોતાના પક્ષમાં જોડવા દરેક પક્ષ આતુર છે. દરેક પક્ષના નેતાઓ તેમના સંપર્કમાં છે. આ ગતિવિધિમાં નરેશ પટેલે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ નરેશ પટેલ દિલ્હી જતા એવા પણ સમાચારો વહેતા થયા હતા કે નરેશ પટેલ સોનિયા ગાંધી સહીતના કોંગ્રેસ અગ્રણીઓને મળશે. જો કે આ તમામ બાબતો અનેગ નરેશ પટેલે પોતે ખુલાસો કર્યો છે અને ક્યારે રાજકારણમાં જોડાશે એ પણ કહ્યું. 


દિલ્હી પ્રવાસે ગયેલા નરેશ પટેલ રાજકોટ આવી પહોંચ્યા હતા. રાજકોટ એરપોર્ટ પર તેમણે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે તેઓ એક લગ્નપ્રસંગે દિલ્હી ગયા હતા અને ત્યાં પ્રશાંત કિશોર અને અન્ય પાર્ટીના નેતાઓ સાથે પણ મુલાકાત થઇ હતી. પણ કોંગ્રેસના કોઈ રાષ્ટ્રીય કક્ષાના નેતા સાથે બેઠક થઇ નથી.  આ સાથે નરેશ પટેલે કહ્યું કે તમામ રાજકીય પક્ષો તેનો સંપર્ક કરી રહ્યાં છે, નરેશ પટેલ ક્યારે રાજકારણમાં જોડાશે એ પ્રશ્નનો જવાબ આપતા નરેશ પટેલે કહ્યું કે 15 મેં સુધીમાં તેઓ નિર્ણય લેશે કે તેઓ ક્યાં પક્ષમાં જોડાશે.