Anant Ambani Radhika Merchant Pre Wedding: ભારતના ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દરરોજ કોઈને કોઈ કારણસર સમાચારમાં રહે છે. હાલમાં અંબાણી પરિવાર તેમના નાના દીકરા અનંત અંબાણીના લગ્નને લઈને ચર્ચામાં છે. અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન આવતા મહિનાથી શરૂ થવા જઈ રહ્યાં છે. આ દરમિયાન અંબાણી પરિવારના નાના દીકરાના લગ્નમાં આવેલા મહેમાનો અંગે એક મોટી માહિતી સામે આવી છે.
વાસ્તવમાં અનંત અંબાણીના લગ્નમાં મોટા મહેમાનો આવવાના છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ભવ્ય લગ્નમાં ક્રિકેટરો અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ સહિત વિદેશી મહેમાનો સામેલ થવાના છે. તો ચાલો જાણીએ કે અનંત અને રાધિકીના લગ્નમાં કયા વિદેશી મહેમાનો ભારત આવી રહ્યાં છે.
અનંત અંબાણીના લગ્નમાં થશે મહેમાનોનો જમાવડો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અનેક વિદેશી હસ્તીઓ હાજરી આપતી જોવા મળશે. અહેવાલ છે કે, બિઝનેસ મેન બિલ ગેટ્સ, ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ અને પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પના નામ સામેલ છે. જો કે, આ પ્રતિષ્ઠિત હસ્તીઓના આગમનની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી. આ સિવાય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ પણ અનંત અંબાણીના લગ્નમાં આકર્ષણ જમાવશે.
આ સ્ટાર્સ કરશે પરફોર્મ -
આ વર્ષની સૌથી મોટી ઈવેન્ટ એટલે કે 2024માં અનંત રાધિકાના લગ્ન થવા જઈ રહ્યા છે જેમાં પોપ સ્ટાર્સ રીહાન્ના, દિલજીત દોસાંઝ પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરશે. આ ઉજવણી 1 થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં થશે. ભવ્ય લગ્નના પ્રથમ દિવસે, 'એન ઇવનિંગ ઇન એવર' થીમ પાર્ટી હશે જેમાં મહેમાનોને ભવ્ય કોકટેલ ડ્રેસ પહેરવાનું કહેવામાં આવશે. બીજા દિવસે, અ વોક ઓન ધ વાઇલ્ડ સાઇડનું આયોજન કરવામાં આવશે જેમાં જંગલ ફિવર ડ્રેસ કોડ હશે. ત્રીજા દિવસે, મેલા રૂજ પાર્ટીનું આયોજન કરવામાં આવશે જેમાં સ્વદેશી પ્રવૃત્તિઓનું મિશ્રણ હશે અને મહેમાનો તેમના મનપસંદ કપડાં પહેરશે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં અનંત-રાધિકાની રોકા સેરેમની થઈ હતી
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં અનંત અંબાણીએ લાંબા સમયથી ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈની જાહેરાત કરી હતી. રાજસ્થાનના નાથદ્વારામાં આવેલા શ્રીનાથજી મંદિરમાં દંપતીએ રોકા સેરેમની કરી હતી. બાદમાં અનંત અને રાધિકાએ મુંબઈમાં અંબાણીના એન્ટિલિયા નિવાસસ્થાને ભવ્ય પાર્ટી સાથે તેમના રોકાની ઉજવણી કરી. હવે આ પ્રેમી યુગલે 19 જાન્યુઆરીએ સત્તાવાર રીતે સગાઈ કરી લીધી છે. ગુરુવારે તેમની સગાઈ દરમિયાન ગોળધાણા અને ચુંદડી ઓઢાળવાની વિધિ જેવા પરંપરાગત સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હવે ટૂંક સમયમાં જ અનંત અને રાધિકા સાત ફેરા લીધા બાદ લગ્નના બંધનમાં બંધાશે.