જામનગર:  મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી હાલમાં ફિયાન્સ રાધિકા મર્ચન્ટ સાથેના પ્રિ-વેડિંગ ફંક્શનને કારણે ચર્ચામાં છે. આ દરમિયાન જ રિલાયન્સ ફાઉન્ડેશનએ પ્રાણીઓની સુરક્ષા અને દેખભાળ માટે વનતારા પ્રોગ્રામની જાહેરાત કરી છે.  રિલાયન્સ ફાઉન્ડેશને ભારતના એકમાત્ર એનિમલ રેસ્ક્યુ, કેર, કન્ઝર્વેશન એન્ડ રીહેબિલિટેશન પ્રોગ્રામ વનતારાની જાહેરાત કરી છે. 


રિલાયન્સના અનંત અંબાણી દ્વારા પ્રાણીઓના વૈશ્વિક સંવર્ધન પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તા બનવાનો ઉદ્દેશ્ય છે.  વિશ્વના ઇજાગ્રસ્ત, પ્રતાડિત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ અને પુનર્વસન પર અહી નિષ્ણાતો દ્વારા કાર્ય કરવામાં આવે છે.  


3000 એકરમાં આ કાર્ય શરુ કરવામાં આવ્યું


રિલાયન્સના જામનગર રિફાઈનરી સંકુલમાં આવેલા ગ્રીનબેલ્ટની અંદર 3000 એકરમાં વિસ્તારમાં આ કાર્ય શરુ કરવામાં આવ્યું છે .   3000-એકરની વિશાળ જગ્યાને જંગલ સાથે સામ્યતા ધરાવતા કુદરતી, સમૃદ્ધ, હરીયાળા અને લીલાછમ રહેઠાણમાં રૂપાંતરિત કરવામાં આવી છે. 


મુખ્ય પ્રજાતિઓના પુનર્વસનની કામગીરી


200 થી વધુ હાથીઓ અને હજારો અન્ય પ્રાણીઓ, સરિસૃપો અને પક્ષીઓને અસુરક્ષિત પરિસ્થિતિઓમાંથી બહાર કાઢીને બચાવવામાં સફળતા મળી છે. આ પહેલમાં ગેંડા, ચિત્તા અને મગર સહિતની મુખ્ય પ્રજાતિઓના પુનર્વસનની કામગીરી પણ કરવામાં આવી છે. 


આ સેન્ટર 200થી વધુ હાથીઓનું ઘર બન્યું


વનતારામાં હાથીઓ માટેનું કેન્દ્ર અને સિંહ અને વાઘ, મગર, દિપડા વગેરે સહિત અન્ય મોટી-નાની પ્રજાતિઓ માટેની સુવિધાઓ છે.  આ સેન્ટર 200થી વધુ હાથીઓનું ઘર બન્યું જ્યાં તેમની પશુચિકિત્સકો, જીવવિજ્ઞાનીઓ, રોગવિજ્ઞાનીઓ, પોષણશાસ્ત્રીઓ અને પ્રકૃતિશાસ્ત્રીઓ સહિત 500થી વધુ લોકોના વિશિષ્ટ અને પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા ચોવીસ કલાક સંભાળ રાખવામાં આવે છે. આ સેન્ટર પાસે 25,000 ચોરસ ફૂટની વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલ છે.  


જખમી પ્રાણીઓને અહી લાવવામાં આવે છે


આ હોસ્પીટલમાં પોર્ટેબલ એક્સ-રે મશીનો, વિવિધ સારવાર માટેના લેસર મશીનો, સંપૂર્ણ સજ્જ ફાર્મસી, તમામ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ માટે પેથોલોજી સહિતના તમામ નિદાનો છે.  સેન્ટર પાસે 14000 ચોરસ ફૂટથી વધુનું વિશેષ રસોડું પણ છે.  સર્કસ અથવા ગીચ પ્રાણી સંગ્રહાલયમાં જખમી પ્રાણીઓને અહી લાવવામાં આવે છે . 


ભારત અને સમગ્ર વિશ્વમાંથી યાતનાદાયક અને ખતરનાક વાતાવરણમાંથી બચાવવામાં આવેલા પ્રાણીઓને અત્યાધુનિક વિશાળ એન્ક્લોઝર્સ અને આશ્રયસ્થાનોમાં રાખવામાં આવે છે. રિલાયન્સના આ સેન્ટરમાં 2100થી વધુ કર્મચારીઓના સંખ્યાબળ સાથે રેસ્ક્યૂ એન્ડ રેહાબિલિટેશન સેન્ટર કાર્યરત છે.


અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, ‘મારા માટે ખૂબ જ નાની ઉંમરે પેશન તરીકે જે શરૂ થયું હતું તે હવે વનતારા અને અમારી તેજસ્વી અને પ્રતિબદ્ધ ટીમ સાથે એક મિશન બની ગયું છે. અમે ભારતની વતની ગંભીર રીતે પ્રજાતિઓના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે મહત્વપૂર્ણ રહેઠાણોને પુનઃસ્થાપિત કરવા અને પ્રજાતિઓ માટેના તાત્કાલિક જોખમોને સંબોધવા અને વનતારાને અગ્રણી સંરક્ષણ કાર્યક્રમ તરીકે સ્થાપિત કરવા પણ માંગીએ છીએ. અમને આનંદ છે કે અમારા પ્રયાસોને ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. ભારતના અને વિશ્વના કેટલાક ટોચના પ્રાણીશાસ્ત્રી અને તબીબી નિષ્ણાતો અમારા મિશનમાં જોડાયા છે અને અમને સરકારી સંસ્થાઓ, સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓના સક્રિય સહયોગ અને માર્ગદર્શન પ્રાપ્ત થવાનો આશીર્વાદ મળ્યો છે.