જામનગરઃ ટીમ ઈન્ડિયાના (Team India) ગુજરાતી સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા  (Ravindra Jadeja)ના પત્ની રિવાબાનો (Rivaba Jadeja) સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ (Viral Video) થયો છે. જેમાં તેમણે કહ્યું કે, ઘરનું કામ કરવાથી દરબારીપણું ચાલ્યું નહિ જાય. હું રોટલી બનાવું તો રવિન્દ્ર ચા બનાવી મદદ કરે છે. ઘરના કામકાજમાં મહિલાઓને મદદ કરવા પુરુષોને અપીલ કરી હતી. તેણે જણાવ્યું હતુ કે, મારો કહેવાનો અર્થ કોઈને નીચા બતાવવાનો નથી પણ સામાજીક જાગૃતી લાવવાનો છે.


દીકરાઓ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી.


થોડા દિવસો પહેલા ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાનાં પત્ની રિવાબા જાડેજા જામનગરના 'મોટી લાખાણી' ગામમાં ગયાં હતાં, જ્યાં બહેનોને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી આપી હતી. એ દરમિયાન તેમણે કહ્યું હતું કે હું રોટલી કરતી હોઉં તો ચા રવિન્દ્રસિંહ મૂકે છે, એટલે કે દીકરાઓ ઘરકામ કરે તો દરબારીપણું જતું રહેતું નથી. દરેકે મદદ કરવી જોઈએ. મારા પતિને આજે કંઈ કરવાની જરૂર નથી તોય એ મને મદદ કરે છે. જેમ સમાજમાં દીકરીઓને ઘરની રસોઈ કામકાજ શીખવવામાં આવે છે તેમ દીકરાઓને પણ ટ્રેનિંગ આપવી જોઈએ.


જ્યારે કન્યા કેળવણીની વાત આવે તો કુંવર કેળવણીને કેમ નથી કરવામાં આવતી? કુંવર કેળવણી પણ કન્યા કેળવણી જેટલી જ જરૂરી છે. મેં કોઈ એવો નિવેદન નથી આપ્યું મારી વાત થઈ કઈ રીતે પૂરુષોની લાગણી ઘવાઈ તે મને નથી સમજાતુ. હું જ્યારે ફિલ્ડમાં જઉં છું તો ત્યાં મને સમજાય છે કે પૂરુષોને પણ કેળવણીની જરૂર છે. કોઈ સમાજ, નાત જાત કે જેન્ડરને મેં કોઈ નિવદેન નથી આપ્યું મેં ખાલી બાળકને કેળવણી આપવાની વાત કરી છે. પુરૂષોના હાથમાં તલવારને બંધૂક જ શોભ તેવું કહીએ અને સામાન્ય કેળવણી ન આપીએ તે કેટલું યોગ્ય?


જાડેજા IPL 2021માં રમશે?


જાડેજાને ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં ઇજા થઈ હતી. જેના કારણે તે ટીમ ઈન્ડિયામાં નથી. ઈજાના કારણે તેણે ઈંગ્લેન્ડ સામેની સમગ્ર સીરિઝ ગુમાવી હતી અને હવે તે સીધો જ આઈપીએલમાં રમતો જોવા મળી શકે છે.


Gujarat Corona Update: ગુજરાતમાં કોરોનાનો અજગર ભરડો, સાડા ત્રણ મહિના બાદ 24 કલાકમાં કેટલા લોકોને ભરખી જતાં ફેલાયો ફફડાટ ? જાણો વિગત


Gujarat Night Curfew Extended: રાજ્યમાં કોરોના બેકાબૂ બનતાં રૂપાણી સરકારે શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત