જામનગર: કાલાવડ રોડ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, 5ના મોત, 3 ઈજાગ્રસ્ત
abpasmita.in | 06 Dec 2019 06:07 PM (IST)
જામનગરમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ લોકોના મોત થયા છે. જ્યારે અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
જામનગર: જામનગરમાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ લોકોના મોત થયા છે. જ્યારે અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાલાવડ નજીક ભાવુભા ખીજડીયા ગામ પાસે જામનગરથી જૂનાગઢ વચ્ચેના હાઈવે પર અકસ્માત સર્જાયો છે. 3 વ્યક્તિઓને ગંભીર અવસ્થામાં હોસ્પિટલ ખસેડાયા હતા તેમને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા રોડ પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે. પોલીસે વાહનવ્યવહાર રાબેતા મુજબ ચાલુ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.