Viral Video : મંગળવારે સાંજે યુવતીએ નશામાં ધૂત થઈને રસ્તા પર તમાશો કર્યો હતો. તેણે દારૂના નશામાં ગાળો પણ ભાંડી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં યુવતીએ નશામાં ઘૂત થઈને રોડ પર તમાશો કર્યો હોવાનો દાવો અહેવાલોમાં કરવામાં આવી રહ્યો છે. 


નશામાં તે ભાન ભૂલી ગઈ હતી અને જાહેરમાં કાનમાં કીડા ખરી પડે તેવી ગાળો ભાંડી હતી.  કેટલાક લોકોએ યુવતીનો વીડિયો પણ બનાવ્યો હતો. જોકે, પોલીસ આવે તે પહેલા જ નશામાં ઘૂત યુવતીએ ત્યાંથી ચાલતી પકડી હતી. જોકે, આ યુવતી કોણ છે તે હજી સામે આવ્યુ નથી.  


Tharad : બનેવીએ સગીર સાળી પર બગાડી નજર, પરાણે સંબંધો બાંધી રાખી દીધો ગર્ભ


બનાસકાંઠાઃ થરાદના ભાચરમાં બનેવીએ સાળી ઉપર દુષ્કર્મ આચરતાં ખળભળાટ મચી ગયો છે. સગીર વયની સાળી ઉપર બનેવીએ દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઈ છે. બનેવીએ એકલતાનો લાભ લઇ સાળીને હવસનો શિકાર બનાવી હતી. સગીર વયની સાળીને ગર્ભ રહી જતા ભાંડો ફૂટ્યો હતો. પરિવારે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. થરાદ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 


Jamnagar : કૂવામાં પડી જતાં યુવતીનું મોત, બીમારીથી કંટાળી યુવકે કર્યો આપઘાત


જામનગરઃ જામજોધપુર તાલુકામાં અલગ અલગ ઘટનામાં બે લોકોના મોતની ઘટના સામે આવી છે. જામજોધપુરના વાલાસણ ગામે અકસ્માતે કુવામાં પડી જતા યુવતીનું મોત થયું છે. અન્ય એક બનાવમાં જામજોધપુરના પાટણ ગામે પેટની બીમારીથી કંટાળી યુવકે ગળોફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. 


જ્યારે અમદાવાદના કૃષ્ણનગરમાં ઇલેકટ્રીક કરંટ લાગતા એક કલાકમાં જ યુવકનું કરુણ મોત નીપજ્યું છે. પ્રિયા સિનેમા પાસે સોસાયટીમાં લાઇટ ફિંટીંગ કરતા હતા. ઇલેકટ્રીક ફિટીંગની કામગીરી દરમિયાન અચારક કરંટ લાગ્યો હતો.