જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરવા આવેલા યુવાનનું અકસ્માતમાં મોત
abpasmita.in | 31 May 2016 05:02 PM (IST)

અમદાવાદઃ જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરવા અમદાવાદ આવેલા યુવાનનું ટ્રક અડફેટે લેતા ઘટના સ્થળે મોત થયું હતું. અમદાવાદ એસ.જી હાઇવે પર આવેલી એલ.જે કોલેજ પાસે ટ્રક અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમા 25 વર્ષીય દિગ્વિજય સિંહ સિસોદીયાનું મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રક ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. શહેરમાં હિટ અન્ડ રનની ઘટનામાં ચિંતા જનક રીતે વધારો થઇ રહ્યો છે. ત્યારે મૂળ ચંડેસર ગામના ઘોળકાનો વતની દિગ્વિજય સિંહ સિસોદીયા વલસાડમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. અને તેમ છતા વધુ સારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અમદાવાદ આવ્યો હતો. ત્યારે એસ.જી હાઇવે પરની એલ.જે કોલેજ પાસે તેનું અકસ્માતમાં મોત થયું હતું. ત્યાર બાદ મૃતકની લાશને વી.એસ હૉસ્પિટલમાં પીએમ માટે મોકલી દેવામાં આવી હતી. હાલ એમ ડિવિઝ ટ્રાફિક પોલીસે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.