MP Politics:મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા કમલનાથે પાર્ટી છોડવાની જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન તેમના પુત્રએ પણ પાર્ટી છોડી દીધી હોવાની ચર્ચા છે. કમલનાથના સાંસદ પુત્ર નકુલ નાથે પણ કોંગ્રેસ છોડી દીધી હોવાની ચર્ચા છે. તેનું કારણ એ છે કે તેણે પોતાની ટ્વિટર પ્રોફાઇલમાંથી પાર્ટીનું નામ લોગો હટાવી દીધો છે.
અહીં નોંધનીય બાબત એ છે કે કમલનાથનો છિંદવાડા પ્રવાસ પણ રદ્દ કરવામાં આવ્યો છે. નકુલનાથે સોશિયલ મીડિયા પરથી કોંગ્રેસનો લોગો અને નામ હટાવ્યા તે પહેલા જ આ પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. કમલનાથે 14 થી 18 ફેબ્રુઆરી સુધી છિંદવાડામાં એક કાર્યક્રમ રાખ્યો હતો. જોકે, છિંદવાડા પ્રવાસ અધવચ્ચે છોડીને કમલનાથ અચાનક જ પુત્ર નકુલ નાથ સાથે દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. પૂર્વ સીએમના આ નિર્ણયથી મધ્યપ્રદેશનું રાજકારણ ગરમાયું છે.
દિગ્વિજય સિંહે કમલનાથ વિશે શું કહ્યું?
તો બીજી તરફ , જ્યારે મધ્ય પ્રદેશના જબલપુરમાં દિગ્વિજય સિંહને કમલનાથના દિલ્હી જવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે બધું બરાબર છે. દિગ્વિજય સિંહે કહ્યું કે મેં ગઈકાલે રાત્રે કમલનાથ સાથે વાત કરી હતી. તે છિંદવાડામાં છે. ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે દિગ્વિજય સિંહે કહ્યું કે કમલનાથે તેમનું આખું જીવન કોંગ્રેસમાં વિતાવ્યું છે. તેઓ ઈન્દિરા ગાંધીના સમયથી પાર્ટી સાથે જોડાયેલા છે. કમલનાથે વિધાનસભાની ચૂંટણી બાદ મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષનું પદ પણ ગુમાવવું પડ્યું હતું.
દિગ્વિજય સિંહે કહ્યું કે કાલનાથ એવા સમયે નહેરુ-ગાંધી પરિવાર સાથે ઉભા હતા જ્યારે સમગ્ર જનતા પાર્ટી ઈન્દિરા ગાંધીને જેલમાં મોકલી રહી હતી.
વાસ્તવમાં, કલમનાથના ભાજપમાં જોડાવાની અટકળોને એ સમયે મજબૂતી મળી જ્યારે તેમણે છિંદવાડામાં તેમના તમામ કાર્યક્રમો રદ કર્યા. શનિવારે દિલ્હી પહોંચશે. આ દરમિયાન તેમના પુત્ર અને કોંગ્રેસના સાંસદ નકુલ નાથે કોંગ્રેસને તેમના બાયોમાંથી હટાવી દીધી છે.આ પહેલા પણ કમલનાથ ભાજપમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું. પરંતુ તેમણે ભાજપમાં જોડાવાના સમાચારને પાયાવિહોણા ગણાવ્યા હતા. એવું માનવામાં આવે છે કે કમલનાથ રાજ્યસભામાં જવા માંગતા હતા. પરંતુ કોંગ્રેસે તેમને ટિકિટ ન આપી અને અશોક સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા. રાજ્યસભાના ઉમેદવારની જાહેરાત પહેલા કમલનાથે ધારાસભ્યોને તેમના નિવાસસ્થાને ડિનર પાર્ટી પણ આપી હતી, આને તેમની તાકાતના પ્રદર્શન તરીકે જોવામાં આવ્યું રહ્યું છે.