Ayodhya Ram Mandir:રામની નગરી અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માટેની વિધિઓ શરૂ થઇ ગઇ છે. આ માટે આજ કળશ યાત્રા યોજાઇ હતી.  500 વર્ષની પ્રતિક્ષા બાદ આખરે રામલ્લા તેમના જન્મસ્થાને બિરાજમાન થશે . રામનગરી અયોધ્યામાં હાલ દિપાવલી જેવો માહોલ છે. આજે હર્ષોઉલ્લાસ સાથે કળશ યાત્રા યોજાઇ હતી.સરયૂ નદીમાંથી  જળ ભરીને આ જળથી રામ લાલાના જલાભિષેક કરવામાં આવશે. કલશ યાત્રા દરમિયાન મહિલાઓએ રામ ભજન ગાઈને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. ઉલ્લેખનિય છે કે, આ જલથી રામલલ્લાનો જલાભિષેક થશે અને બાદ વિધિવત તમામ પૂજા વિધિ થશે અને ષોડસોપચારે પૂજન થશે






કેવી છે શ્રી રામની મૂર્તિ?


અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહની અંદર કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. બાળ રૂપમાં 5 વર્ષીય રામલલાની આ પ્રતિમામાં તેઓ કમળના ફૂલ પર ઉભા જોવા મળશે અને તેમના હાથમાં ધનુષ અને તીર પણ હશે.


જાણીએ આજથી 22 જાન્યુઆરી સુધીના કાર્યક્રમ


17 જાન્યુઆરી - આજની  દિવસથી રામલલાની મૂર્તિને મંદિર પરિસરમાં દર્શન માટે લઈ જવામાં આવશે.


18 જાન્યુઆરી- આ દિવસથી અભિષેકની વિધિ શરૂ થશે. મંડપ પ્રવેશ પૂજા, વાસ્તુ પૂજા, વરુણ પૂજા, વિઘ્નહર્તા ગણેશ પૂજા અને માર્તિકા પૂજા થશે.


19 જાન્યુઆરી- રામ મંદિરમાં યજ્ઞ કુંડની  સ્થાપના કરવામાં આવશે. બાદ  અગ્નિ પૂજા થશે અને વિધિવત અગ્નિ પ્રગટાવવામાં આવશે.


20 જાન્યુઆરી 2024 - રામ મંદિરના ગર્ભગૃહને 81 કલશથી પવિત્ર કરવામાં આવશે,  આ કળસમાં પવિત્ર નદીનું જળ હશે, બાદ વાસ્તુ શાંતિ વિધિ પણ થશે.


21 જાન્યુઆરી 2024 - આ દિવસે, યજ્ઞ વિધિમાં વિશેષ પૂજા અને હવનની વચ્ચે, રામ લલા 125 કળશથી  દિવ્ય સ્નાન કરાશે.


અભિષેક 22 જાન્યુઆરી 2024 ના રોજ થવાનો છે. આ દિવસે મધ્યકાળમાં મૃગશિરા નક્ષત્રમાં રામલલાની મહાપૂજા થશે.


આજે 17 જાન્યુઆરીએ યજ્ઞમંડપના 16 સ્તંભો અને ચાર દરવાજાઓની પૂજા સાથે ધાર્મિક વિધિનો પ્રારંભ થયો. 16 સ્તંભ 16 દેવતાઓના પ્રતિક છે. જેમાં ગણેશ, વિશ્વકર્મા, બ્રહ્મા, વરુણ, અષ્ટવસુ, સોમ, વાયુ દેવતા સફેદ વસ્ત્રોમાં, જ્યારે સૂર્ય, વિષ્ણુને લાલ વસ્ત્રોમાં, યમરાજ-નાગરાજ, શિવ, અનંત દેવતાને કાળા અને કુબેરનું ચિત્રણ કરવામાં આવશે. , ઈન્દ્ર, ગુરુને પીળા વસ્ત્રોમાં દર્શાવવામાં આવશે. મંડપના ચાર દરવાજા, ચાર વેદ અને તે દરેક દરવાજા પરના બે દ્વારપાળ ચાર વેદોની બે શાખાઓના પ્રતિનિધિ ગણાય છે. પૂર્વ દિશા ઋગ્વેદ, દક્ષિણ યજુર્વેદ, પશ્ચિમ દિશા સામવેદ અને ઉત્તર દિશા અથર્વવેદનું પ્રતીક છે. તેમની વિધિવત પૂજા બાદ ચાર વેદીઓનું પૂજન કરવામાં આવશે.