Kapil Sibal on Arun Goyal:લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ ચૂંટણી કમિશનર અરુણ ગોયલના રાજીનામાથી બધાને આશ્ચર્ય થયું છે. કોંગ્રેસના પૂર્વ નેતા અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલ પણ ગોયલના રાજીનામાથી આશ્ચર્યચકિત છે. સિબ્બલનું કહેવું છે કે, “અરુણ ગોયલે રાજીનામું આપવાનું કારણ તેઓ નથી જાણતા, પરંતુ કોઈ મોટું કારણ તો હશે જ. તેમણે કહ્યું કે જો લોકશાહીનું માળખું આ રીતે તૂટી જશે તો શું બાકી રહેશે?


કપિલ સિબ્બલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અરુણ ગોયલના રાજીનામાનાથી અનેક સવાલ ઉભા થાય છે. લોકશાહીનું માળખું આ રીતે તૂટી જશે તો શું રહેશે? તેમણે શા માટે રાજીનામું આપ્યું તેનું કારણ મને ખબર નથી, પરંતુ કોઈ મોટું કારણ હશે. મને લાગે છે કે આ રાજીનામું પશ્ચિમ બંગાળને લઈને આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે જેમ મકાનનો પાયો હોય છે તેવી જ રીતે બંધારણ લોકશાહીનો પાયો છે.  (સરકારની ન્યાયતંત્રમાં દખ્ખલ દેવાની આ કોશિશ છે.


લોકશાહીના ત્રણ સ્તંભોને નબળા પાડવાનો પ્રયાસઃ કપિલ સિબ્બલ


રાજ્યસભાના સાંસદે કહ્યું કે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ જોઈએ તો ચૂંટણી પંચ સરકાર જે કહે તે કરી રહી હોય તેવું લાગે છે. કારોબારી, ધારાસભા અને ન્યાયતંત્ર એ લોકશાહીના ત્રણ સ્તંભ છે, પરંતુ આ બધાને નબળા બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે અગાઉના ચૂંટણી કમિશનરને સ્વતંત્રતા આપવામાં આવી હતી. આજે, સરકાર ચૂંટણીની તારીખ અને કેટલા તબક્કામાં મતદાન થશે જેવા નિર્ણયો લઈ રહી છે.                     


 


'સરકાર પોતાની પસંદગીના ચૂંટણી કમિશનરને રાખવા માંગે છે'


સિબ્બલે ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને બનેલા નવા કાયદા પર પણ સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે 5 ન્યાયાધીશોનો નિર્ણય હતો કે ચૂંટણી કમિશનરની નિમણૂક થવી જોઈએ અને તેનો નિર્ણય લેવામાં મુખ્ય ન્યાયાધીશની પણ ભૂમિકા હોવી જોઈએ. પરંતુ તેઓએ આવું થવા ન દીધું. સિબ્બલે કહ્યું કે સરકાર ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને નવો કાયદો લાવી છે. સરકાર પોતાની પસંદગીના મુખ્ય ચૂંટણી કમિશનરને રાખવા માંગે છે, તે આગળ શું કરશે, અત્યારે કંઈ કહી શકાય તેમ નથી.