Woman Harassment Case: સુરતમાંથી વધુ એક સનસનીખેજ દુષ્કર્મની ઘટના સામે આવી છે, એક પરિણીતા સાથે વકીલે દુષ્કર્મ આચર્યુ છે, હાલમાં પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઘટના સુરત શહેરના પુણા વિસ્તારમાં ઘટી છે.


સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે, તે અનુસાર ઘટનાની વિગતો એવી છે કે, સુરતની એક પરિણીતા પોતાના પતિ સાથે છૂટાછેડા લેવા માંગતી હતી, છૂટાછેડા માટે પુણાની આ પરિણીતાએ શહેરના વકીલ આસ્તિક છાયાનો સંપર્ક કર્યો હતો, વકીલ આસ્તિક છાયાએ આ પરિણીતાને ફસાવી અને બાદમાં તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. 


પરિણીતા પતિ સાથે છૂટાછેડા લેવા માટે શહેરના વકીલ આસ્તિક છાયાનીનો સંપર્ક કર્યો હતો, આ ઘટનામાં વકીલે પુણા ચોકી પર આ પીડિતાને બોલાવી હતી, બાદમાં પોતાના પરિવારને મળવા લઈ જવાનું કહીને તેને કુદસદ ગામ ગ્રીનસીટી ફાર્મમાં લઈ ગયો હતો, જ્યાં પરિણીતા પર વકીલે દુષ્કર્મ આચર્યું હતું, એટલું જ નહીં બાદમાં વકીલ રૂમ બંધ કરી ત્યાંથી જતો રહ્યો હતો, પછી સાંજે ફરી ત્યાં આવ્યો અને પીડિતાને લઈને ગ્લુડી ખાતે છોડીને ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર દુષ્કર્મની ઘટનાને લઇને પરિણીતા પીડીતાએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, હાલમાં પુણા પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે. 


માવો લઇ આપવાના બહાને પાંચ વર્ષની બાળકીને પાડોશી શખ્સે પીંખી નાંખી, માતાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ


ભાવનગરમાંથી આજે એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. શહેરમાં એક પાંચ વર્ષની બાળકીને પાડોશી યુવકે પીંખી નાંખી હોવાની ઘટના ઘટી છે. આ અંગે બાળકીની માતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, બાદમાં પોલીસે આ આરોપી શખ્સને ઝડપી પાડ્યો હતો. ઘટનાની વિગતો એવી છે કે, ભાવનગર શહેરમાં એક શખ્સે પોતાના બાજુમાં રહેતી પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ છે. આરોપી યુવક જેનું નામ મનીષ ઉર્ફે ગોળીયો સુરેશભાઇ ભીલ છે, તેને બાજુમાંથી એક પાંચ વર્ષની બાળકીને માવો લઇ આપવાનું કહ્યું હતુ, આ બહાનાની તક લઇને ગોળીયાએ પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતુ. જોકે, હવસખોર આરોપીની આ કરતૂતની જાણ બાળકીની માતાને થઇ જતાં, પીડિત બાળકીની માતાએ સ્થાનિક ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હવસખોર શખ્સને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લઈને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.  


2 વર્ષની માસૂમ બાળકીની માત્ર આ કારણે પિતાએ જમીન પર પટકાવીને કરી દીધી હત્યા, જાણો શું છે મામલો


દ્વારકામાં હૃદયને હચમચાવી દેતી ઘટના બની છે. અહીં પિતાએ  બે વર્ષની દીકરીની હત્યાની હત્યા કરી દેતા ચકચાર મચી ગઇ છે. બાળકી ખૂબ રડતી હોવાથી ઉશ્કેરાયેલા પિતાએ એવું ઘાતકી પગલું ભર્યું કે માસૂમે જિંદગી ગુમાવી, જાણીએ શું છે મામલો..


દ્રારકામાં પિતા પર 2 વર્ષની માસૂમની હત્યા કર્યાનો આરોપ છે.  મળતી માહિતી મુજબ બાળકી ખૂબજ રડતી હોવાથી ગુસ્સે થયેલા પિતાએ તેમને ક્રૂરતાથી જમીન પર પટકી પટકીને મારી નાખી. સમગ્ર ઘટના દ્રારકાના રાવડા તળાવ નજીકની છે. બાળકી ખૂબ જ રડતી હોવાથી  પિતાએ આવુ રાક્ષસી પગલુ ભર્યાની માહિતી મળી છે. ઘટનાની જાણ થતાં પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે.