ખુદીરામ બોઝ જન્મજંયતી:બાળપણમાં જ્યારે તેના સાથી મિત્રો અભ્યાસ અને કારર્કિદી વિશે વિચારતા હતા, તે સમયે ખુદીરામ બોઝે ક્રાંતિની મશાલ પ્રગટાવી અને તેઓ માત્ર 18 વર્ષની વયે દેશની આઝાદી માટે ફાંસી ચઢી ગયા.
ખુદીરામના વિદ્રોહી વલણથી ગભરાઈને બ્રિટિશ સરકારે તેમને માત્ર 18 વર્ષની ઉંમરે ફાંસી આપી દીધી, પરંતુ તેમની શહાદત એવો ચમત્કાર બની ગયો કે, દેશમાં સ્વતંત્રતા સંગ્રામ ફાટી નીકળ્યો. બંગાળના વણકરોએ એક ખાસ પ્રકારની ધોતી વણાટ કરવાનું શરૂ કર્યું, જેની ધાર પર 'ખુદીરામ' લખેલું હતું. શાળા-કોલેજોમાં ભણતા છોકરાઓ આ ધોતીઓ પહેરીને છાતી ઠોકીને આઝાદીના માર્ગે ચાલતા હતા.
ખુદીરામ બોઝને ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનો જીવ આપનાર પ્રથમ સેનાની માનવામાં આવે છે. 11 ઓગસ્ટના રોજ માત્ર 18 વર્ષની વયે તેમણે દેશ માટે ફાંસી આપવામાં આવી હતી. તી. તેમની શહાદતથી ભારતીયોમાં આઝાદી માટેની આતુરતાએ આઝાદીની ચળવળને નવી ગતિ આપી.
ખુદીરામ બોઝનો જન્મ બંગાળના મિદનાપુર જિલ્લાના હબીબપુર ગામમાં થયો હતો. 3 ડિસેમ્બર 1889ના રોજ જન્મેલા, બોઝ ખૂબ જ નાના હતા ત્યારે તેમના માતા-પિતાનું અવસાન થયું. તેનો ઉછેર તેની મોટી બહેન દ્વારા થયો હતો. બંગાળના વિભાજન (1905) પછી, ખુદીરામ બોઝ 16 વર્ષની વયે સ્વતંત્રતા ચળવળમાં ઝંપલાવ્યું.