Jammu kashmir Kishtwar Road accident: જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં આજે (24 મે) થયેલા એક અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધંદુરુ પાવર પ્રોજેક્ટના કર્મચારીઓને લઈને જઈ રહેલી એક ક્રૂઝર કાર અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે.








જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ક્રુઝર ખાડામાં ખાબકી


અકસ્માતની પુષ્ટિ કરતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે હમણાં જ ડીસી કિશ્તવાર ડૉ. દેવાંશ યાદવ સાથે ડાંગદુરુ ડેમ સાઇટ પર થયેલા કમનસીબ માર્ગ અકસ્માત વિશે વાત કરી. આ ઘટનામાં 7 લોકોના મોત થયા છે અને 1 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘાયલોને જરૂરિયાત મુજબ જિલ્લા હોસ્પિટલ કિશ્તવાડ અથવા જીએમસી ડોડામાં ખસેડવામાં આવી રહ્યા છે. જરૂરિયાત મુજબ તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે.






આર્મીનું હેલિકોપ્ટર પણ અકસ્માતનો ભોગ બન્યું હતું


કિશ્તવાડમાં બનેલી આ દર્દનાક દુર્ઘટના પહેલી ઘટના નથી. તાજેતરમાં, થોડા દિવસો પહેલા, આર્મીનું એક હેલિકોપ્ટર ચિનાબ નદીમાં ક્રેશ થયું હતું અને આ દુર્ઘટનામાં ફ્લાઈટ ટેકનિશિયનનું મૃત્યુ થયું હતું અને બે પાઈલટ ઘાયલ થયા હતા.