મહેસાણાઃ શહેરમાં ખાતે આજે એરપોર્ટ કક્ષાની સુવિધા ધરાવતા બસ પોર્ટનું લોકાર્પણ કરવામા આવ્યુ હતુ. રુ.35.50 કરોડના ખર્ચે બસ પોર્ટનું નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયુ હતુ. સાથે સાથે ગુ.હા.બોર્ડ દ્રારા રુ.47.31 કરોડનાં ખર્ચે નિર્માણ થયેલ 504 આવાસોનું લોકાર્પણ પણ કરવામા આવ્યુ હતુ. મહેસાણામા શરૂ કરાયેલ બસ પોર્ટમા અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામા આવી છે. જેમા બસ પોર્ટ ખાતે સુપર માર્કેટ, શોપિંગ મોલ, રેસ્તોરેન્ટ, ફૂડ કોર્ટ, મલ્ટીપ્લેક્ષ સિનેમા, વ્યાવસાયિક ઓફિસો, શો રુમ, બજેટ હોટેલ ઉપરાંત ડિજિટલ સમય પત્રક ડિસ્પ્લે, ઓટોમેટિક પબ્લિક એનાઉન્સ સિસ્ટમ, જી પીએસ, ડિલક્ષ પ્રતીક્ષા ખંડ અને મુસાફરો માટે બેઠક વ્યવસ્થા તૈયાર કરવામા આવી છે. કાર્યક્રમમા વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડિયા, એસ.ટી.નિગમના ઉપાધ્યક્ષ વિજય નેહરા ખાસ ઉપસ્થિત રહયા હતાં.