મુંબઈ: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની એક ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. પીડિતાની ફરિયાદ અનુસાર તેના પતિએ તેની સામે જ જીજાજી પાસે પત્ની પર રેપ કરાવ્યો છે. પાલઘર પોલીસે બે લોકોને પકડ્યા છે જેમના પર આરોપ છે. જેમાં એક પાલઘરનો નિવાસી હુસ્નુ ખાન છે ને બીજો તેનો બનેવી છે. હુસ્નુ ખાનની પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી છે કે લગ્નના બીજા જ દિવસે તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો.
હદ ત્યારે થઈ જ્યારે પીડિતાની ફરિયાદ બાદ પતિએ જીજાજી પાસે બીજી વાર દુષ્કર્મ કરાવ્યું હતું. પીડિતા પાલઘર જિલ્લાની બોઈસરની રહેવાસી છે. ગત અઠવાડિયે ઈદના દિવસે સાત જુલાઈના રોજ હુસ્નુ ખાન સાથે તેના લગ્ન થયા હતા.
પીડિતા સાસરેથી ભાગીને એનજીઓની મદદથી તેણે પોલીસમાં એફઆઈઆર કરી છે. જે પછી ગેંગરેપના આરોપમાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.