MCD Election Result 2022: 15 વર્ષના ભાજપના શાસનનો ધ્વંશ, ઝાડૂનો ચાલ્યો જાદૂ, 129 બેઠક પર AAPનો વિજય

Delhi MCD Results 2022 Live: MCD ચૂંટણીમાં 1349 ઉમેદવારો મેદાનમાં હતા અને આજે પરિણામ જાહેર થયા બાદ તે બધાના ભાવિનો નિર્ણય થશે. પરિણામની દરેક અપડેટ જાણવા માટે એબીપી અસ્મિતા સાથે જોડાયેલા રહો.

gujarati.abplive.com Last Updated: 07 Dec 2022 02:15 PM

બ્રેકગ્રાઉન્ડ

Delhi MCD Results 2022 Live: MCD ચૂંટણીમાં 1349 ઉમેદવારો મેદાનમાં હતા અને આજે પરિણામ જાહેર થયા બાદ તે બધાના ભાવિનો નિર્ણય થશે. પરિણામની દરેક અપડેટ જાણવા માટે એબીપી અસ્મિતા સાથે...More

સૌથી નકારાત્મક પક્ષને હરાવીને જનતાએ કટ્ટર ઈમાનદાર માણસને જીતાડ્યો - મનીષ સિસોદિયા

દિલ્હી MCD ચૂંટણીમાં જીત પર આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું છે કે, "દિલ્હી MCDમાં આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરવા બદલ દિલ્હીના લોકોનો હૃદયપૂર્વક આભાર. વિશ્વની સૌથી મોટી અને સૌથી નકારાત્મક પાર્ટીને હરાવીને. દિલ્હીના લોકો, કટ્ટર પ્રમાણિક અને કામ કરનારા અરવિંદ કેજરીવાલ જીત્યા છે. અમારા માટે આ માત્ર જીત નથી, આ એક મોટી જવાબદારી છે." દિલ્લી આમ આદમી પાર્ટીની ઓફોિસમાં જશ્નનો માહોલ