MCD Election Result: દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોનો થશે વિજય, કેજરીવાલે આપ્યો આ નવું સૂત્ર
MCD Election Result: દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 વોર્ડમાં ચૂંટણી લડી રહેલા 1,349 ઉમેદવારની સાથે-સાથે રાજનૈતિક દળોના ભાગ્યનો ફેસલો પણ આજે થશે. સવારે 8 વાગ્યાથી 42 મતદાન કેન્દ્રો પર 10 હજારથી વધુ કર્મચારી મતગણતરી કરી રહ્યાં છે.
દિલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશનના 250 વોર્ડમાં ચૂંટણી લડી રહેલા 1,349 ઉમેદવારની સાથે-સાથે રાજનૈતિક દળોના ભાગ્યનો ફેસલો પણ આજે થશે. સવારે 8 વાગ્યાથી 42 મતદાન કેન્દ્રો પર 10 હજારથી વધુ કર્મચારી મતગણતરી કરી રહ્યાં છે. દિલ્લી રાજ્યમાં ચૂંટણી પંચના પ્રત્યેક વોર્ડની ગણતરી 4થી 10 ટેબલ લગાવાયા છે. મતણગતરીના 10 રાઉન્ડ થશે. 1 વાગ્યા સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થઇ જશે અને અને મીની દિલ્લીની સરકાર પણ નક્કી થઇ જશે. 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ચૂકી છે. 15 બેઠક પર ભાજપ આગળ છે.
MCD Election Result: આ કેન્દ્રો શાસ્ત્રી પાર્ક, યમુના વિહાર, મયુર વિહાર, નંદ નગરી, દ્વારકા, ઓખલા, મંગોલપુરી, પિતામપુરા, અલીપોર અને મોડલ ટાઉનમાં સ્થાપવામાં આવ્યા છે. તમામ કેન્દ્રો પર સુરક્ષા સઘન કરવામાં આવી છે. માહિતી મુજબ, પોલીસ દળોની 20 કંપનીઓ, 10,000 થી વધુ પોલીસ કર્મચારીઓ કેન્દ્રો પર તૈનાત કરવામાં આવ્યા છે.
દિલ્લી કોપોરેશનની ચૂંટણીને લઇને પરિણામ સામે આવી રહ્યાં છે. જેમાં દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના વિધાનસભા વિસ્તારમાં ભાજપ બે વોર્ડમાં આગળ ચાલી રહી છે.
We worked for the disposal of garbage & it continued even during Corona. BJP has worked. That's why we're confident that the next Mayor will be from BJP. Last time too, surveys gave only 50 seats to BJP but we won 2/3rd majority: Harish Khurana, Delhi BJP leader #DelhiMCDPolls pic.twitter.com/9Gzz08XzjY
— ANI (@ANI) December 7, 2022
MCD ચૂંટણી અંગે દિલ્હી ભાજપના નેતા હરીશ ખુરાનાએ કહ્યું કે, અમે કચરાના નિકાલ માટે કામ કર્યું અને તે કોરોના દરમિયાન પણ ચાલુ રહ્યું. ભાજપે કામ કર્યું છે. તેથી જ અમે માનીએ છીએ કે આગામી મેયર ભાજપના જ હશે. ગત વખતે પણ સર્વેમાં ભાજપને 50 બેઠકો મળી હતી, પરંતુ અમે બે તૃતિયાંશ બહુમતીથી જીત્યા હતા.
એક્ઝિટ પોલમાં જીત જોઈને આમ આદમી પાર્ટી ખુશ છે અને પાર્ટીએ એક નવું સ્લોગન બહાર પાડ્યું છે. AAPનું નવું સ્લોગન છે અચ્છે હોંગે 5 સાલ, MCDમાં પણ કેજરીવાલ. આ સૂત્રોવાળા બેનરો પાર્ટી કાર્યાલયમાં લગાવવામાં આવ્યા છે.