અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદે ચારેબાજુ પોતાની કૃપા વરસાવી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર સહિત 6 જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ જોવા મળ્યો છે.

મહેસાણામાં મેધરાજા મન મૂકીને મહેરબાન થયા છે. મહેસાણામાં મેઘરાજાએ એક જ રાતમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય વિજાપુરમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. તલોદમાં પોણા ચાર ઈંચ, સુઈ ગામમાં 3 ઈંચ, રાધનપુર, મેઘરજ અને ધનસુરામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાકમાં પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

મહેસાણા જિલ્લાની વાત કરીએ તો, બેચરાજી 31 મીમી, જોટાણા 50 મીમી, કડી 44 મીમી, ખેરાલુ 15 મીમી, મહેસાણા 106 મીમી, સતલાસણા 30 મીમી, ઊંઝા 51 મીમી, વડનગર 35 મીમી, વિજાપુર 115 મીમી અને વિસનગરમાં 14 મીમી વરસાદ ખાબક્યો હતો.

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર 80 મીમી, ઈડર 19 મીમી, પોશીના 16 મીમી, પ્રાંતિજ 60 મીમી, તલોદ 96 મીમી, વડાલી 8 મીમી અને વિજયનગરમાં 50 મીમી વરસાદ ખાબક્યો હતો. અરવલ્લી જિલ્લામાં બાયડ 40 મીમી, ભિલોડા 2 મીમી, ધનસુરા 58 મીમી, માલપુર 47 મીમી, મેઘરજ 57 મીમી અને મોડાસામાં 35 મીમી વરસાદ પડ્યો હતો. ગાંધીનગર જિલ્લાના વિસ્તારોમાં મેધરાજાએ દહેગામ 64 મીમી, ગાંધીનગર 40 મીમી, કલોલ 25 મીમી અને માણસામાં 98 મીમી વરસાદ પડ્યો હતો.

પાટણ જિલ્લામાં ચાણસ્મા 16 મીમી, હારીજ 22 મીમી, પાટણ 33 મીમી, રાધનપુર 60 મીમી, સમી 5 મીમી, સાંતલપુર 32 મીમી, સરસ્વતી 6 મીમી, શંખેશ્વર 4 મીમી અને સિધ્ધપુરમાં 22 મીમી વરસાદ પડ્યો હતો.

બનાસકાંઠા અલગ અલગ જિલ્લામાં અમીરગઢ 30 મીમી, ભાભર 12 મીમી, દાંતા 23 મીમી, દાંતીવાડા 7 મીમી, ડીસા 9 મીમી, દિયોદર 11 મીમી, ધાનેરા 0 મીમી, કાંકરેજ 24 મીમી, લાખણી 0 મીમી, પાલનપુર 17 મીમી, સુઈગામ 73 મીમી, થરાદ 0 મીમી, વડગામ 2 મીમી અને વાવમાં 8 મીમી વરસાદ ખાબક્યો હતો.