કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો કે કૉંગ્રેસની આંતરિક ખેંચતાણના કારણે પાલિકાની સમિતી પણ બનાવી શકાતી ન હતી. પાલિકાનું જનરલ બોર્ડ પણ વારંવાર મુલત્વી રાખવું પડતું હતું. હવે મહેસાણા પાલિકામાં ભાજપ કૉંગ્રેસના સભ્યોનું સંખ્યાબળ 22 થયું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અન્ય આગેવાનો પણ ભાજપના સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો. મહેસાણા પાલિકામાં 44 સભ્યો છે.
કૉંગ્રેસ આગેવાનોના કેસરિયા સમયે મહેસાણાના ભાજપના સાંસદ શારદાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.