સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટણમાં ભાજપને લાગ્યો મોટો ઝટકો, જાણો કેટલા આગેવાનો જોડાયા કોંગ્રેસમાં?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Jan 2021 03:14 PM (IST)
સરસ્વતી તાલુકાના 50 જેટલા ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. સિધ્ધપુરમાં ધારાસભ્ય ચંદનજી ઠાકોરના હાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોરની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા.
પ્રતિકાત્મક તસવીર.
પાટણઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ભાજપમાં ભંગાણ સર્જાયું છે. સરસ્વતી તાલુકાના 50 જેટલા ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. સિધ્ધપુરમાં ધારાસભ્ય ચંદનજી ઠાકોરના હાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોરની ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા. નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ભાજપ-કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસમાં નારાજ નેતાઓ પક્ષ પલટા કરી રહ્યા છે. આજે પાટણમાં ભાજપને ફટકો લાગ્યો છે.