મહેસાણા: ઊંઝા સમગ્ર રાજ્યમાં ત્યાંના જીરા માટે જાણીતું છે. પરંતુ આજે જે સમાચાર સામે આવ્યા છે તેનાથી સૌ કોઈ ચોંકી ગયા છે. ઊંઝાના દાસજ ગામમાંથી એક ગોડાઉન ઝડપાયું છે. આ ગોડાઉનમાં નકલી જીરું બનાવવામાં આવતું હતું. ગોડાઉનમાં ફેક્ટરીની જેમ નકલી જીરું બનતું હતું. મહેસાણા ફૂડ વિભાગે નકલી જીરાના ગોડાઉનમાં રેડ પાડતા દ્રશ્યો જોઈને તેમની આંખો પોળી થઈ ગઈ હતી.


ગોડાઉનમાંથી 3,360 કિલો નકલી જીરાનો જથ્થો ઝડપાયો છે. રૂપિયા 5.04 લાખનો નકલી જીરાનો જથ્થો ઝડપાયો છે. વરીયાળીમાં સિમેન્ટ-ગોળની ભેળસેળ કરી નકલી જીરું બનાવાતું હતું. મંગલમુર્તિ ગોડાઉનનો માલિક જય પટેલ નકલી જીરું બનાવતો હતો. મહેસાણા જિલ્લા ફૂડ વિભાગે સીલ મારી કાયદેસરની કાર્યવાહી કરી છે.


છેલ્લા 24 કલાકમાં 81 તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ


:છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 81 તાલુકમાં કમોસમી વરસાદ પડતાં ખેતી પાકને પારાવાર નુકસાન થયું છે. કમોસમી વરસાદ મૂશળધાર વરસતા પાણી ભરાઇ જતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 81 તાલુકમાં કમોસમી વરસાદ થતાં ખેડૂત મુશ્કેલીમાં મૂકાયા છે. કચ્છના ભૂજમાં સૌથી વધુ 2 ઇંચ કમોસમી વરસાદ પડ્યો છે. પાટણના સરસ્વતી તાલુકામાં પોણા 2 ઇંચ કમોસમી વરસાદ વરસ્યો છે.અમદાવાદ માંડલમાં પોણા બે ઇંચ કમોસમી વરસાદ થયો. હિંમતનગર તાલુકામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો તો ધનસુરા સિદ્ધપુર, ડીસા, દાંતા  અને ઇડરમાં પણ એક-એક ઇંચ વરસાદ ખાબક્યો. બેચરાજી, માંડવી પાટણ, વડ઼ગામમાં પણ અડધો-અડઘો ઇંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત મોડાસા સૂઇગામ માંગરોલ, દાહોદ, જાંબુઘોડામાં પણ અડધો-અડધો ઇંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત અન્ય 61 તાલુકામાં હળવાથી સામાન્ય વરસાદ પડ્યાંના અહેવાલ છે.


અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. સતત બે દિવસથી વરસતાં વરસાદના કારણે મકાઇ, તકબૂચ સહિતના બાગાયતી પાકને પણ પારાવાર નુકસાન થયું છે. બનાસકાંઠામાં મોટા ભાગના તાલુકામાં એક ઇંચ વરસાદ પડતાં અહીના ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. અહીં રાયડો, જીરૂ, એરંડા, ઘઉંના પાકને પારાવાર નુકસાન થયું છે.


કમોસમી વરસાદે કેરીની મજા બગાડી છે. કેશર કરીના પાકમા મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. સૌરાષ્ટ્ર મોટા ભાગના જીલ્લાઓમાં કેરીના પાકમા નુકશાન થયુ છે. સતત બે વખત કમોસમી વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે. કેરીના પાકમાં નુકસાન થતા કેરીના ભાવ આસમાને પહોંચ્યા છે,ગત વર્ષ કરતાં પણ આ વર્ષે કેરીના ભાવ આસમાને પહોંચશે. રાજકોટ શહેરમાં એક કિલો કેરીના ભાવ 350 થી 400 રૂપિયા છે. કેરીના ભાવ ઊંચા હોવા છતાં પણ ક્વોલિટી પણ સારી નથી મળી રહી. હાલમાં સૌથી વધુ રત્નાગીરી મહારાષ્ટ્રની હાફૂસ કેરીની આવક થઇ રહી છે. તો તો સાઉથ ના અલગ અલગ રાજ્યોમાંથી લાલબાગની પણ આવક પણ થઇ રહી છે. ર જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર તથા અમરેલી પંથકમાંથી પણ કેરીની આવક થઇ રહી છે. કેસરમાં આ વખતે બમ્પર ઉત્પાદન આવવાનું હતું પરંતુ  કમનસીબે બે વખત કમોસમી વરસાદ કરા સાથે પડતા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. કમોસમી વરસાદે કેરીના પાક સહિત તરબૂચ સહિતના પાકને નુકસાન થયું છે.