બનાસકાંઠાઃ પાલનપુર તાલુકાની મોરિયા બનાસ મેડિકલ કોલેજમા વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. Mbbsમા અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો છે. બનાસ મેડિકલના ધાબા પરથી પડતું મૂકી આપઘાત કરી લીધો છે. જોકે, આપઘાતનું કારણ અકબંધ છે. પોલીસ તપાસ પછી આપઘાતનું કારણ જાણવા મળી શકે છે. 




અમદાવાદઃ ઘાટલોડિયામાં રિક્ષાચાલક યુવકે પોતાની વાત ના માનનાર મહિલા પર એસિડ ફેંક્યું, જાણો સમગ્ર મામલો

ઘાટલોડિયા વિસ્તારમાં પરિણીત મહિલા પર એસિડ એટેકની ઘટના સામે આવી છે. અમદાવાદના ધાટલોડિયા વિસ્તારમાં રહેતી 39 વર્ષીય મહિલા પર એક રિક્ષાચાલક યુવકે પોતાની વાત ના માનનાર મહિલા પર એસિડ ફેંક્યું હતું. મહિલાના ચહેરા પર ફેંકેલા એસિડથી મહિલાના ચેહરા પર બળતરા ઉપડી હતી. તાત્કાલિક મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. 


એસિડ એટેકનો ભોગ બેનેલી આ 39 વર્ષિય મહિલા ઘાટલોડીયા વિસ્તારમાં રહે છે. મહિલાને પતિ સાથે મનમેળ ન થતા પોતાનાં બે બાળકો સાથે એકલવાયુ જીવન વિતાવે છે અને અલગ-અલગ ઘરોમાં ઘરકામ કરીને પોતાનું અને બાળકોનું ગુજરાન ચલાવે છે. થોડા સમય પહેલા મહિલાને ઘરકામ કરતા જતા સમયે શિવા નાયક નામનાં રિક્ષાચાલકનો પરિચય થયો હતો. જે બાદ મહિલા અને રિક્ષાચાલક વચ્ચે મિત્રતા થઈ હતી. રિક્ષાચાલક શિવા નાયક છેલ્લાં ઘણા દિવસોથી મહિલાને પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતો હતો અને પોતાની સાથે વાત કરવા માટે હેરાન કરતો હતો. જોકે મહિલાને શિવા સાથે પ્રેમસંબંધ રાખવો ન હોવાથી તેણે પ્રેમસંબંધ માટે ઈન્કાર કરતા શિવા નાયકને લાગી આવ્યું હતું.


શિવા નાયક મહિલાને અવારનવાર ધમકીઓ આપતો હતો જેથી મહિલાએ તેની સાથે વાત કરવાનું બંધ કર્યું હતું. રવિવારનાં દિવસે મહિલા ધાટલોડિયા ટેલીફોન એક્સચેન્જ પાસેથી પસાર થઈ રહી હતી તે સમયે અચાનક શિવા નાયક એક્ટીવા લઈને ત્યાં આવ્યો હતો અને મહિલા કંઈ સમજે તે પહેલા જ પોતાની પાસે રહેલ એસિડને મહિલાનાં મોં પર ફેંકીને ફરાર થઈ ગયો હતો. મહિલાએ બુમાબુમ કરતા આસપાસનાં લોકો એકઠા થઈ ગયાં હતા. એસિડ હુમલાનાં કારણે મહિલાને ચહેરા પર બળતરા થતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ મામલે ધાટલોડિયા પોલીસને જાણ થતાં પોલીસે તાત્કાલિક મહિલા પાસે જઈને વિગતો મેળવી શિવા નાયક સામે ગુનો દાખલ કર્યો છે અને તેને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.