અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં કેનેડામાં મહેસાણાના ચૌધરી પરિવારના ચાર સભ્યોના મોત મામલે વિજાપુર પોલીસે કાર્યવાહી કરી છે. મળતી જાણકારી અનુસાર, વિજાપુરના માણેકપુરા ડાભલાના ચૌધરી પરિવારના કેનેડામાં મોત મામલે વસાઇ પોલીસ સ્ટેશનમાં ત્રણ એજન્ટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ એજન્ટોએ ચૌધરી પરિવારને કેનેડાથી ટેક્સી મારફતે અમેરિકા લઈ જવાનું કહી 60 લાખ રૂપિયા લીધા હતા. જો કે 60 લાખ લીધા બાદ એજન્ટો ચૌધરી પરિવારના સભ્યોને કેનેડાથી ટેક્સીમાં લઇ જવાના બદલે નદીમાં બોટ મારફતે અમેરિકા લઈ જવામાં આવી રહ્યા હતા. તે સમયે આ દુર્ઘટના બની હતી. જેથી મૃતકના ભાઇએ વસાઈ પોલીસ સ્ટેશનમાં નિકુલસિંહ વિહોલ, સચિન વિહોલ અને અર્જુનસિંહ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે.


Mehsana:  યુવક યુવતીને કોલેજની લેબ રૂમમાં લઇ ગયો અને ગળે ટૂંપો આપી કરી દીધી હત્યા


મહેસાણાની વડસ્મામાં કોલેજમાં થયેલી વિદ્યાર્થીનીના મોત પર મોટો ખુલાસો થયો છે. મળતી જાણકારી અનુસાર, મહેસાણાની વડસ્મા કોલેજમાં થયેલી વિદ્યાર્થીનીના મોતને લઇને પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો હતો. કોલેજની લેબ રૂમમાં જ ગળાટુંપો આપીને હત્યા કરાઇ હોવાનો ખુલાસો થયો હતો.


પોલીસે આ મામલે પ્રવિણ ગામિત નામના વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પ્રવિણ ગામિત મૃતક સાથે અભ્યાસ કરતો હતો. આરોપી પ્રવિણ ગામિતને રાઉન્ડ અપ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આરોપી યુવતીને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરીને લેબ રૂમમાં લઇ ગયો હતો અને તેનું  ગળું દબાવી હત્યા કરી હતી.


વડસ્મા ગામની શ્રી સત્સંગી સાંકેતધામ રામ આશ્રમ ગૃપ ઇન્સ્ટીટયુટ કોલેજની રીસર્ચ લેબ નંબર ૨માં યુવતીની હત્યા કરી વિદ્યાર્થી યુવક ફરાર થયો હતો. મહેસાણા પોલીસે પ્રથમ અકસ્માતે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પરંતુ બાદમાં યુવતીની હત્યા થયાનો ખુલાસો થયો હતો. મહેસાણામાં એક સપ્તાહમાં બે યુવતીની હત્યા કરવામાં આવી છે.


Hit & Run: મહેસાણામાં ફરી બની હિટ એન્ડ રનની ઘટના, બાઇક ચાલકનું મોત


Mehsana: મહેસાણામાં ફરી હિટ એન્ડ રનની ઘટના બની છે. ઉંઝાના ઉનાવા પાસે અજાણ્યાં વાહનની ટક્કરે બાઈક ચાલકનુ મોત થયું. ઉનાવા ગામના પાટિયા પાસે કોઈ વાહન ચાલક બાઇક ચાલકને ટક્કર મારી ફરાર થયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. 19 વર્ષના યુવાનનું મોત થતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે