મહેસાણા: વિસનગર ઠાકોર વાસમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. અંગત અદાવતમાં કેટલાક લોકોએ હૂમલો કર્યો હોવાની વાત સામે આવી છે.  કેટલાંક લોકોએ મકાન પર પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ કરી હતી. વિસનગર શહેરમાં અસમજિક તત્વોને પોલીશનો ભય ન હોઇ તેવી ઘટનાઓ બની રહી છે. સમગ્ર મામલો વિસનગર પોલિ, મથક પહોંચ્યો છે. 


માતા-પિતાએ દોઢ વર્ષની સગી દીકરીને ઉતારી મોતને ઘાટ


સુરેન્દ્રનગરના સાપર પાસે મળી આવેલ એકથી દોઢેક વર્ષની મૃત બાળકીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. દોઢ વર્ષની બાળકીને મોતને ઘાટ ઉતારનાર માતા પિતાની પોલીસે ધરપકડ કરી લીધી છે.  જો કે, ચોંકાવનારી વાત એ છે કે, માતા-પિતાએ એમ કહીને બાળકીને મોતને ઘાટ ઉતારી હતી કે, તે અપશુકનિયાળ છે.  21મી સદીમાં પણ માતાપિતા આ રીતે પોતાના જ સંતાનને મોતને ઘાટ ઉતારી દે એ વાતને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. બાળકીનું ગળું દબાવીને મોત નિપજાવનાર માતા-પિતા સામે ચોટીલા પોલીસે ફરિયાદ દાખલ કરી છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારના રોજ સાયલા પોલીસને સાપર પાસેના નાળામાંથી બાળકી મળી આવી હતી. બન્ને માતાપિતાની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યાવાહી હાથ ધરી છે.


મોટા ભાઈએ નાના ભાઈને ઉતાર્યો મોતને ઘાટ


ગુસ્સો અને પ્રેમ બંને અઢી અક્ષરના શબ્દ છે ,પરંતુ જો કુટુંબમાં પ્રેમના સંબંધો હોય તો માણસો જીવન તરી જતા હોય છે. પરંતુ જો સંબંધોમાં ગુસ્સો પ્રવેશ કરે છે ત્યારે બધું ખેદાન મેદાન થઈ જતું હોય છે. આજના આધુનિક યુગમાં ભાઈ ભાઈના સંબંધોમાં પહેલી જેવી મીઠાશ રહી નથી. નાની અમથી વાતમાં બે ભાઈઓ વચ્ચે ધીંગાણું થઈ જતું હોય છે. ત્યારે આવી જ ઘટના રાજ્યના છેવાડે આવેલ ઔદ્યોગીક નગરી વાપીમાં બની છે. જ્યાં એક મોટાભાઈએ જ નાના ભાઈનું ઢીમ ઢાળી નાખ્યું છે .શું હતો આખો મામલો જોઈએ આ અહેવાલમાં.


ઔદ્યોગિક નગરી વાપી પાસે આવેલા બલિઠા ગામમાં ગત મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. બલીઠા વિસ્તારમાં શિલ્પેશ પટેલ નામના એક યુવકની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. શિલ્પેશ પટેલની હત્યાના મામલે જિલ્લા પોલીસ દોડતી ગઈ હતી. વાપી ટાઉન પોલીસે શિલ્પેશ પટેલની હત્યાના મામલે આરોપી સચિન પટેલની ધરપકડ કરી લીધી છે. પરંતુ ચોકાવનારી બાબતે છે કે મૃતક શિલ્પેશ પટેલની હત્યા તેના જ મોટાભાઈ સચિન પટેલે કરી હોવાનું બહાર આવ્યું છે. વાપી ટાઉન પોલીસે પણ ગણતરીના સમયમાં આરોપી સચિનની ધરપકડ કરી લીધી છે.


મામુલી બાબતે સચિને તેના નાના ભાઈની શિલ્પેશ પટેલની હત્યા કરી નાખી છે. વાપી ટાઉન પોલીસે ગણતરીના સમયમાં આરોપી સચિનની ધરપકડ કરી લીધી છે. સચિનની કડક પૂછપરછ કરતા હત્યાનું કારણ જાણીને પોલીસ પર ચોકી ગઈ હત . કારણ કે સચિને તેના નાના ભાઈ શિલ્પેશની હત્યા કરવાનું પાછળ જર જમીન કે જોરુ નહીં પણ આવેશમાં ગુસ્સામાં આવીને સચિને માથામાં સળીયો મારીને નાના ભાઈની હત્યા કરી હતી.