મહેસાણા: કડીની ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી છે. ઈન્દ્રશીલ યુનિ. ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર વિદ્યાર્થિની મુળ દાહોદ જિલ્લાના શામલીયા ગામની રહેવાસી છે. છાયાબેન નારણભાઈ નામની વિદ્યાર્થિનીની આત્મહત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. છાયા એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી. 17 વર્ષની વિદ્યાર્થિનીની આત્માહત્યાને લઈ પોલીસે તપાસ શરુ કરી છે. જો કે, વિદ્યાર્થિનીએ આત્મહત્યા ક્યા કારણે કરી તેની માહિતી સામે આવી નથી. હાલમાં નંદાસણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


ગુજરાતીઓને મળી રહ્યાં છે ખાલિસ્તાની આતંકીના ધમકી ભર્યા મેસેજ


ગુજરાતમાં ખાલિસ્તાનીઓના ધમકી ભર્યો મસેજે  લોકોની ચિંતા વધારી છે. રાજયના અલગ-અલગ જિલ્લાના લોકોને ફોન કોલ્સ દ્રારા  એક ધમકીભર્યા મેસેજ મળ્યો છે. ગુજરાતમાં ખાલિસ્તાનીઓના ધમકી ભર્યો મસેજે  લોકોની ચિંતા વધારી છે. રાજયના અલગ-અલગ જિલ્લાના લોકોને ફોન કોલ્સ દ્રારા  એક ધમકીભર્યા મેસેજ મળ્યો છે.  ઉલ્લેખનિય છે કે, કેટલાક લોકોને ખાલિસ્તાની આંતકીઓનો એક  ધમકી ભર્યો મેસેજ મળ્યો છે. મેસજમાં કહેવામાં આવ્યું છે કે, ઘરમાં રહો સુરક્ષિક રહો, આ  પ્રીરેકોર્ડેડ મેસજ કરીને  ધમકી આપવામાં આવી છે.આ આખો મસેજે અંગ્રેજી ભાષામાં છે.  આ મેસેજ કોણે અને ક્યાંથી શા માટે મોકલવામાં આવ્યો છે તે મુદ્દે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.


 જસદણમાં યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરવામાં આવી હત્યા


રાજકોટ: જિલ્લાના જસદણ તાલુકાના કનેસરા ગામે  પોતાના ખેતરે પાણી વાળવા ગયેલા યુવકની લાશ મળી આવી છે.  મહેશ કુકડીયા નામના યુવકની પોતાની જ વાડીમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. તીક્ષ્ણ હથિયાર વડે માંથાના ભાગે ઈજા કરી હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. રાત્રિના સમયે પોતાની વાડીએ પાણી વાળવા ગયેલ યુવકને કોઈ અજાણી વ્યક્તિએ મોતને ઘાટ ઉતાર્યો હતો.


યુવક સવારના સમયે ઘરે પરત ન ફરતા મૃતકના માતા વાડીએ દોડી ગયા હતા. જે દકમિયાન ખાટલા પર મૃત હાલતમાં યુવકનો મૃતદેહ જોવા મળ્યો હતો.  મૃતકની માતાને જાણ થતા પરીવારના અન્ય લોકોને આ અંગે જાણ કરવામાં આવી હતી. જે બાદ પરીવારના સભ્યોએ ભાડલા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.  ભાડલા પોલીસ તપાસ હાથ ધરી છે અને જસદણ સરકારી હોસ્પિટલ ખાતે યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જે બાદ ફોરેન્સી પી.એમ. માટે મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવ્યો છે.