પાટણઃ આજે મુખ્યમંત્રી રાધનપુરની મુલાકાતે છે. આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર તેમજ સ્થાનિક ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. જોકે, આ સમયે મુખ્યમંત્રીએ શંકર ચૌધરીને બાજુ પર મૂકી અલ્પેશ ઠાકોરને વધુ મહત્વ આપ્યું હતું. છેક સુધી અલ્પેશ ઠાકોર મુખ્યમંત્રી સાથે જોવા મળ્યા હતા. બીજી તરફ શંકર ચૌધરી તેમનાથી દૂર નજર આવી રહ્યા હતા. 



રાધનપુર APMC ખાતે  મુખ્યમંત્રીએ ભાજપના આગેવાનો સાથે બંધ બારણે બેઠક શરૂ કરી છે. APMC ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથેની મુખ્યમંત્રીની બેઠક થી મીડિયાને દૂર રખાયું છે. બેઠકમાં શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર તેમજ સ્થાનિક ભાજપના આગેવાનો હાજર છે. 


રાધનપુરમાં ૭૧ કરોડના ખર્ચે તૈયાર થનાર ફિલ્ટર પ્લાનના મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય રઘુભાઈ દેસાઇને આમંત્રણ નહીં. રઘુભાઈ દેસાઇનું નિવેદન, મને આ કાર્યક્રમ આમંત્રણ નથી અને હું જવાનો પણ નથી. રાધનપુર શહેરના પ્રશ્નોને લઈ હું નગર પાલિકાના સદસ્યો સાથે બેઠક યોજી છે. ભાજપમાં અત્યારે પ્રવેશ ઉત્સવ ચાલે છે. કોગ્રેસના કિનારે બેઠેલા લોકો આ પ્રવેશ ઉત્સવમાં જાય છે.  હું કોગ્રેસના સિદ્ધાંત સાથે જોડાયેલ છું અને આખરી દમ તક રહીશ. આ ઉત્સવ પ્રિય સરકાર છે  ત્યારે જે લોકો તેમની વાતોમાં આવી જાય છે તે. ક્યાંય ના રહેતા નથી. કોગ્રેસે મને પણ ૫૦ વર્ષ પછી ધારાસભ્યની ટિકિટ આપી છે  તોઈ હું કોગ્રેસ સાથે રહ્યો છું. ૨૦૨૨ ની ચૂંટણીમાં ગુજરાતમાં કોગ્રેશ ની ૧૨૫ સીટો આવશે. કોગ્રેસમાં દેર છે અંધેર નથી . જયરાજસિંહ પરમાર  મારો મિત્ર છે  અને હું તેને સમજાવી રહ્યા છું. કોગ્રેસમાં કામ કરતા લોકોને ધીરજ રાખવાની જરૂર છે.


જયરાજસિંહના ભાજપમાં જોડાવાના એલાન બાદ કઈ તાલુકા પંચાયત પર કોંગ્રેસ ગુમાવી શકે છે સત્તા?


અમદાવાદઃ જયરાજસિંહ પરમારના ભાજપમાં જોડાવાના એલાન પછી હવે મહેસાણા કોંગ્રેસમાં મોટો ભૂકંપ આવી શકે છે. કોંગ્રેસ શાસિત સતલાસણા તાલુકા પંચાયત પરથી કોગ્રેસ સત્તા ગુમાવે એવા એંધાણ છે. કોંગ્રેસ સાશિત સતલાસણા તાલુકા પચાયતમાં કોંગ્રેસના 7 અને ભાજપના 7 તેમજ એક અપક્ષ સદસ્ય છે. જયરાજસિંહ પરમારના ભાજપના જોડાવાથી સતલાસણા તાલુકા પંચાયતની સત્તા ગુમાવે તેવા પુરા એંધાણ છે. 


જયરાજ સિંહ પરમાર વિસનગર તાલુકાના કાસા ગામમાં વતની છે. વિસનગર તાલુકા પંચાયતના કોંગ્રેસ સદસ્યો પણ ભાજપમાં જોડાઈ શકે છે. કોંગ્રેસ છોડનારા આ દિગ્ગજ નેતા મંગળવારે ભાજપમાં જોડાશે.  મળતી જાણકારી અનુસાર કોગ્રેસ છોડનારા જયરાજસિંહ પરમાર મંગળવારે કમલમમાં પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. જો કે આ પહેલા જયરાજસિંહ અને સી.આર પાટીલ વચ્ચે બેઠક થઈ હતી અને અંદાજીત બે કલાક સુધી આ બેઠક ચાલી હતી. જેમાં જયરાજસિંહની સાથે તેમના પુત્ર પણ હાજર હતા.


37 વર્ષ કૉંગ્રેસ માટે ખપાવી દેનાર જયરાજસિંહ પરમારે ત્રણ દિવસ પહેલા રાજીનામું આપ્યું હતું અને કૉંગ્રેસને રામ-રામ કરતી વખતે કાર્યકરોને સંબોધીને એક પત્ર લખ્યો.  જેમાં પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કેટલાક વરિષ્ઠ નેતાઓ પર નિશાન સાધ્યું હતું. જયરાજસિંહ પરમારે કહ્યું હતું કે કેટલાક નેતાઓ કૉંગ્રેસ પર કૂંડળી મારીને વર્ષોથી બેઠા છે. પોતે હારતા હોવા છતાં બીજાને જીતવાના ગુરુમંત્ર આપે છે. જો કે કૉંગ્રેસ છોડ્યા બાદ હવે ક્યાં પક્ષમાં જોડાશે તેવી ચર્ચા શરૂ થઈ હતી. પરંતુ હવે જયરાજસિંહ ભાજપમાં જોડાશે તે નક્કી છે.