પાટણઃ આજે મુખ્યમંત્રી રાધનપુરની મુલાકાતે છે, ત્યારે રાધનપુર APMC ખાતે મુખ્યમંત્રીએ ભાજપના આગેવાનો સાથે બંધ બારણે બેઠક શરૂ કરી છે. APMC ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથેની મુખ્યમંત્રીની બેઠક થી મીડિયાને દૂર રખાયું છે. બેઠકમાં શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર તેમજ સ્થાનિક ભાજપના આગેવાનો હાજર છે. 


રાધનપુરમાં ૭૧ કરોડના ખર્ચે તૈયાર થનાર ફિલ્ટર પ્લાનના મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય રઘુભાઈ દેસાઇને આમંત્રણ નહીં. રઘુભાઈ દેસાઇનું નિવેદન, મને આ કાર્યક્રમ આમંત્રણ નથી અને હું જવાનો પણ નથી. રાધનપુર શહેરના પ્રશ્નોને લઈ હું નગર પાલિકાના સદસ્યો સાથે બેઠક યોજી છે. ભાજપમાં અત્યારે પ્રવેશ ઉત્સવ ચાલે છે. કોગ્રેસના કિનારે બેઠેલા લોકો આ પ્રવેશ ઉત્સવમાં જાય છે.  હું કોગ્રેસના સિદ્ધાંત સાથે જોડાયેલ છું અને આખરી દમ તક રહીશ. આ ઉત્સવ પ્રિય સરકાર છે  ત્યારે જે લોકો તેમની વાતોમાં આવી જાય છે તે. ક્યાંય ના રહેતા નથી. કોગ્રેસે મને પણ ૫૦ વર્ષ પછી ધારાસભ્યની ટિકિટ આપી છે  તોઈ હું કોગ્રેસ સાથે રહ્યો છું. ૨૦૨૨ ની ચૂંટણીમાં ગુજરાતમાં કોગ્રેશ ની ૧૨૫ સીટો આવશે. કોગ્રેસમાં દેર છે અંધેર નથી . જયરાજસિંહ પરમાર  મારો મિત્ર છે  અને હું તેને સમજાવી રહ્યા છું. કોગ્રેસમાં કામ કરતા લોકોને ધીરજ રાખવાની જરૂર છે.


જુનાગઢઃ  માંગનાથ પીપળી ગામ સહીત 5 ગામના 'આપ' અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. મોટા કોટડા, નાના કોટડા, વિછાવડ, પીંડાખાઈ, હડમતીયા ગામના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા છે. 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં તમામ ગામ આવે છે. જિલ્લા ભાજપના આગેવાનોની હાજરીમાં કાર્યકર્તાઓએ કેસરીયો ધારણ કર્યો.


Ahmedabad : બજેટ સત્રમાં દરિયાપુરના મહિલા કોર્પોરેટર કેમ રડી પડ્યા? થોડીવાર માટે છવાઇ ગઈ ગમગીની


અમદાવાદઃ બજેટ સત્રમા દરિયાપુરના મહિલા કોર્પોરેટર રડી પડ્યા હતા. કોર્પોરેટર સમીરા શેખ બજેટ સત્રમાં રડી પડ્યા હતા, જેને કારણે થોડીવાર માટે ગમગીની છવાઇ ગઈ હતી. વીએસ હોસ્પિટલમા સારવાર ન મળતા મારી માતાનું નિધન થયું. સભા સદન મા કોર્પોરેટર રડ્યા. કોર્પોરેટરની હાલાકીના પગલે અન્ય દર્દીઓની સ્થિતિ અને સારવાર ઉપર ઉભા થયા સવાલ. રડી રહેલા સમીરા શેખને કોંગ્રેસના મહિલા કોર્પોરેટરોએ સાંત્વના આપી હતી અને તેમને શાંત કરાવ્યા હતા.



 


AMCની સામાન્ય સભામાં હોબાળો થયો હતો. વિપક્ષના કાઉન્સિલર કમળા ચાવડા અને રાજશ્રી કેસારીએ કર્યો હોબાળો. બ્લેકલિસ્ટ કંપની અંગે બંને કાઉન્સિલરોએ માહિતી માગતા હોબાળો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની સ્પીચ બાદ માહિતી આપવા મેયર ખાતરી આપી. બંને કાઉન્સિલરે હાલ જ માહિતી આપવાનો આગ્રહ રાખતા થયો હોબાળો.