મહેસાણાઃ મહેસાણામાં સત્ય સમર્થન મહાસંમેલનને નામે અશોક ચૌધરીના સમર્થનમાં શક્તિ પ્રદર્શન યોજાયું હતું. દૂધહિત રક્ષક સમિતિ દ્વારા સત્ય સમર્થન સંમેલન યોજાયું હતું.અશોકભાઈ ચૌધરીના સમર્થનમાં યોજાયેલા આ મહાસંમેલન સંમેલનમાં ચૌધરી સમાજની સાથે સાથે અન્ય સમાજના લોકો પણ રહ્યા ઉપસ્થિત. ઉત્તર ગુજરાતના ભાજપના રાજકીય આગેવાનો અને હોદ્દેદારો સ્ટેજ ઉપર જોવા મળ્યા.


વિપુલભાઈ ચૌધરીની ધરપકડ બાદ તેમનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા વિપક્ષ સમિતિ દ્વારા આ સંમેલન યોજાયું હતું. 




Vipul Chaudhary :  વિપુલ ચૌધરીના રિમાન્ડ પૂરા થતાં વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે. એસીબી દ્વારા વધુ 6 દિવસના રિમાન્ડની માગણી કરાઈ. જોકે,  વિપુલ ચૌધરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે.  વિપુલ ચૌધરીના પત્ની ગાયબ હોવાની સરકારી વકીલની કોર્ટમાં રજુઆત. હજુ આ કેસમાં કંપનીઓની તપાસ બાકી હોવાની રજુઆત. 


વિપુલ ચૌધરીના રિમાન્ડ ના મંજૂર કરાતા અર્બુદા સેનાના કાર્યકરોમાં ખુશીની લહેર ફરી વળી હતી. કોર્ટમાંથી બહાર આવતાં જ વિપુલ ચૌધરીએ બધાનું અભિવાદન કર્યું હતું. આ સમયે અર્બુદા સેનાના કાર્યકરોએ અર્બુદા માતાની જયના નારા લગાવ્યા હતા. 


વીસનગર અર્બુદા ધામ ખાતે  આજના ચૌધરી સમાજનું મહાસંમેલનનું આયોજન થયુ છે. સ્ટેજ પર ખાલી ખુરસી પર વિપુલ ચૌધરીની પાઘડી મૂકી.  વિપુલ ચૌધરીને સભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ભાજપ ધારાસભ્ય ઋષિકેશ પટેલને આવનાર ચૂંટણીમાં ભાજપમાંથી હટાવી પ્રકાશ પટેલને વીસનગરના ઉમેદવાર જાહેર કરે, તેવી માંગ ઉઠી છે. અર્બુદા ધામના મહંત ઝાખડઋષિએ નિવેદન આપ્યું છે. 



મહેસાણા અર્બુદા ધામખાતે આજણાં ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું છે. સંમેલન માં મોટી સંખ્યમાં ચોધરી સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત. અર્બુદા ધામાખાતે યોજાયેલ સભામાં આંજણા સમાજને એક કરવા અને વિપુલ ચૌધરી ને છોડવવમાં કરાયું આહ્વાન. અર્બુદાધામના મુખ્ય મહંત જાખડ ઋષિએ વિપુલ ચૌધરીને છોડાવવા   ઉપવાસ કરવાની કરી જાહેરાત. પાંચ દિવસ માં નહિ છોડાય તો ગાંધીનગરમા આમરણ ઉપવાસ .


Surat : સ્તનપાન પછી ઘોડિયામાં સૂતેલા માસુમનું મોત, બાળકના મોતથી અરેરાટી
સુરત :  સ્તનપાન બાદ ઘોડિયામાં સુતેલા માસુમનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. માતાએ સ્તનપાન કરાવી બાળકને ઘોડિયામાં સુવડાવી દીધું હતું. કાપોદ્રા યમુના કુંજ સોસાયટીમાં બનેલી ઘટના. નીતાબેન ખૈનીએ પોતાના ત્રણ માસના બાળકને સ્તનપાન કરાવ્યું હતું. ત્યાર બાદ માસૂમ અર્થવને ઉઠાડતા તે ઉઠ્યો નહોતો. માસૂમ અર્થવને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડાયુ હતું.


તબીબી સારવાર મળે તે પહેલા બાળકનું મોત થયું હતું. શ્વાસ નળીમાં દૂધ અટકી જતા મોત થયાની આશંકા. ઘટના અંગે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી છે.