મહેસાણામાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મહેસાણાના dysp મંજીતા વણઝારા અને તેમની ટીમે દરોડા પાડી સ્થળ ઉપરથી બે થાઈલેન્ડની યુવતીઓની ધરપકડ કરી હતી. પોલીસે રેડ પાડી ત્યારે આસપાસના લોકો દોડી આવ્યા હતાં. પોલીસે તમામની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

મહેસાણામાં ચાલી રહેલા ધ ગ્રાન્ડ થાઈ સ્પાના નામે ચાલતા આ સ્પામાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. જેમાંથી બે થાઈલેન્ડની યુવતી તથા સ્પાના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે.

મહેસાણામાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસે સ્પામાં ડમી ગ્રાહક મોકલ્યો હતો. ત્યાર બાદ મહેસાણા DySP મંજીતા વણઝારા અને તેમની ટીમે દરોડા પાડ્યા હતા.

મહેસાણાના માનવ આશ્રમ ચોકડી વિસનગર રોડ ઉપર આવેલા ધ ગ્રાન્ડ થાઈ સ્પામાં ગોરખધંધા ચાલતાં હોવાની બાતમી પોલીસને મળી હતી. સ્થળ ઉપરથી બે થાઈલેન્ડની યુવતીઓની ધરપકડ કરી છે. ધ ગ્રાન્ડ થાઈ સ્પાના મેનેજર અને માલિક વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આ બંને યુવતીઓ પાસેના પાસપોર્ટ અને વર્ક પરમીટ અંગેની તપાસ શરૂ કરીને કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન સ્પા સંચાલક હાલ પોલીસ પકડથી દૂર છે. જોકે મેનેજરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.