દિયોદરઃ બનાસકાંઠામાં પ્રેમી યુગલે કેનાલમાં કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. દિયોદરના માનપુરા નોખા કેનાલમાં પડેલ યુવક યુવતીનો મૃતદેહ મળ્યો છે. જાડા ગામનાં યુવકનું બાઈક અને નોટબુક કેનાલ પાસેથી મળ્યા છે. સ્થાનિક તરવ્યા દ્વારા મૂતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

બેગમાંથી સુસાઇડ નોટ મળી આવી છે. સુસાઇડ નોટમાં સાથે જીવવા મારવાની વાતોનો ઉલ્લેખ કરાયો છે. તેમજ બંનેના સાથે અગ્નિ સંસકાર કરવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. બન્ને મૂતદેહને પીએમ અર્થે દિયોદર ખસેડાયા છે. દિયોદર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.


બંને સગા માસીયાઈ ભાઈ બહેન હોવાથી લગ્ન શક્ય ન હોઈ આ પગલું ભર્યું છે. દિયોદર તાલુકાના જાડા ગામે રહેતો શ્રવણ જોરાજી ઠાકોર અને ગામમાં રહેતી નર્મદાબેન બંને જણા પ્રેમ કરતા હોવાથી અને બંને એકબીજા વગર રહી શકતા ન હોવાથી મંગળવારે નોખા નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું.



સુસાઇડ નોટમાં લખ્યું છે કે, " સોરી મમ્મી-પપ્પા... હું તમને છોડીને જાઉં છું. કારણ કે હું મારી પ્રેમિકા વગર રહી શકું તેમ નથી અને મારી પ્રેમિકા પણ મારા વગર રહી શકે તેમ નથી. તેથી અમે બંન્ને બધાને છોડીને જઇ રહ્યા છીએ અને અમે ક્યારેય સાથે તો રહેવાના નથી તેથી તે વિચારીને જઇએ છીએ. અમારાથી કાંઇ નાની મોટી ભૂલ થઇ હોય તો માફ કરજો. અને અમે સાથે તો રહ્યા નથી પણ અમારા અગ્નિ સંસ્કાર સાથે થાય તેવા પ્રયત્ન કરજો આટલી અમારી ઇચ્છા પૂરી કરજો. હું મારા મમ્મી-પપ્પાને દુ:ખી કરવા નતો માંગતો તેથી મારે આ પગલું ભરવું પડ્યું. એ જે મને પ્રેમ કરે છે તે છોકરી પણ બીજાની થવા નતી માંગતી તેથી અમે આ કરી રહ્યા છે. આના સિવાય બીજો આઇડિયા અમારી પાસે નતો સોરી....."