પાટણઃ ગુજરાતમાં આગામી 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ગુજરાત સરકારના મંત્રીએ પાટણમાં ચૂંટણી સભા સંબોધી હતી અને જણાવ્યું હતું કે, બંને કમળના ઉમેદવારોને મત આપો, નહિ તો કોંગ્રેસને મત આપો. ક્રોસ વોટિંગમાં બન્ને ઉમેદવારમાં કોંગ્રેસને મત આપવા આગળ વધીએ.


કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરે પાટણના ધધાણામાં ભાજપના ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે, ક્યાંય ઉપર નીચે કરવાની દિશામાં આગળ વધશો તો મા વરાણા વાળી ખોડીયાર માફ નહીં કરે. બંને કમળના ઉમેદવારોને મત આપો, નહિ તો કોંગ્રેસને મત આપો. ક્રોસ વોટિંગમાં બન્ને ઉમેદવારમાં કોંગ્રેસને મત આપવા આગળ વધીએ.