ગુજરાતની કઈ જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા? ભાજપની હારનું કારણ જાણી ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Sep 2020 02:06 PM (IST)
ભાજપ પાસે ST(અનુસૂચિત જનજાતિ) મહિલા સદસ્ય ન હોઈ કોંગ્રેસના ઉમેદવાર વાલકીબેન પારધી બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા છે.
પાલનપુરઃ આજે બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જીલ્લા પંચાયતમાં પ્રમુખપદ માટે કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. ભાજપ પાસે ST(અનુસૂચિત જનજાતિ) મહિલા સદસ્ય ન હોઈ કોંગ્રેસના ઉમેદવાર વાલકીબેન પારધી બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા છે. ઉપપ્રમુખ તરીકે ભુપ્તાજી મકવાણા કોંગ્રેસમાંથી ચુંટાયા છે. આજે કોરોનાની દહેશત વચ્ચે ફરી બનાસકાંઠામાં ઉડ્યા સોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. જિલ્લા પંચાયતમાં પ્રમુખ -ઉપપ્રમુખની ચૂંટણીમાં નેતાઓ ભાન ભૂલ્યા હતા. કોગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત કાર્યકરો માસ્ક વિના જોવા મળ્યા હતા. જિલ્લા પંચાયતના નવા ચૂંટાયેલા પ્રમુખ- ઉપપ્રમુખ પણ માસ્ક વિના જોવા મળ્યા હતા.