કાંકરેજઃ ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના કેસો સામેથી શોધી કાઢવા માટે એગ્રેસિવ ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેને પગલે કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી તો કોરોનાના દૈનિક કેસો 1300ને પાર પહોંચી ગયા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના થરા સ્થિત એક સોસાયટીમાં એક સાથે કોરોનાના 10 કેસો આવતાં ખળભળાટ મચી ગયો છે.
થરામાં આવેલ પાવાપુરી સોસાયટીમાં એક સાથે દસ કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. એક સાથે 10 કેસો આવતાં સોસાયટીના 60 વધુ ઘરને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. સોસાયટીના લોકો કોરોના વાયરસ બાબતે બેદરકારી ના દાખવે તે માટે સોસાયટી આગળ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એક સાથે દસ કોરોના પોઝિટિવ આવતા લોકોમાં ડરનો માહોલ છે.
ઉત્તર ગુજરાતના આ શહેરની સોસાયટીમાં એક સાથે 10 કોરોનાના કેસો આવતાં તંત્ર થયું દોડતું, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Sep 2020 01:16 PM (IST)
થરામાં આવેલ પાવાપુરી સોસાયટીમાં એક સાથે દસ કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. એક સાથે 10 કેસો આવતાં સોસાયટીના 60 વધુ ઘરને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -