કાંકરેજઃ બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના ખારીયાના મર્ડરનો ભેદ ઉકેલાયો છે. ખુદ પુત્રએ જ પિતાની હત્યા કરી લાશને દફનાવી દીધી હતી. ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારથી ઘા મારી હત્યા કરાયાની વાત પોલીસ તપાસમાં ખુલી છે. ખારીયા ગામના સોમપુરી ગોસ્વામી નામના વ્યક્તિને નદીના પટમાં દાટેલી હાલતમાં ગઈ કાલે લાશ મળી હતી.


મૃતક સોમપુરી દીકરાની પુત્રીઓને સારી રીતે ના રાખતા ના હોય અને શોષણ કરતા હોવાથી મર્ડર કર્યું હોવાનું ખુલ્યું છે. પત્નીની ફરિયાદના આધારે થરા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, ખારિયા ગામના આધેડની બુધવારની મોડી સાંજે ખારિયા બનાસ નદીના પટમાં તીક્ષણ હથિયાર વડે ઘાતકી હત્યા કરી નાસી છૂટતા પોલીસે તપાસ હાથ ધરી હતી. 


સોમપુરી લહેરપુરી ગોસ્વામી ઉંમર 48 ની મોડી સાંજે ખારિયા ગામના ચામુંડા માતાજીના મંદિર પાસે નદીના પટમાં ગળાના ભાગે તીક્ષણ હથિયાર વડે હત્યા કરી જમીનમાં દફનાવી હત્યારા નાસી છૂટયા હતા. પોલીસે નદીમાંથી લાશનો કબ્જો મેળવી થરા રેફરલ ખાતે લાવી પીએમ કરાવી હત્યારાઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.


મહેસાણા હાઈવે પર કાર અને ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત, કારમાં સવાર 3 લોકોના મોતથી અરેરાટી

પાટણઃ પાટણ જિલ્લાના ચાણસ્મા અને મહેસાણા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે એક બાળકી સહિત કુલ ત્રણના મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્વીફ્ટ કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા ચાલકને બચાવવા જતા દુર્ઘટના ઘટી હતી. 


અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલ ત્રણેય મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. 


રાજકોટની 14 વર્ષની છોકરી ટીવી સીરિયલમાં એક્ટ્રેસ બનવા માટે ઘરેથી ભાગી ગઈ, જાણો પછી શું થયું ? 


રાજકોટઃ શહેરની એક સગીરા હિરોઇન બનવા ચિઠ્ઠી લખી ઘર છોડીને નીકળી ગઈ હતી. ઘરેથી નીકળેલી સગીરા ટ્રેનમાં બેસી મુંબઈ જવા નીકળી ગઈ હતી. જોકે, પોલીસે વિરમગામમાં તેને ઉતારી લીધી હતી અને તેના પરિવારને સોંપી હતી. 


આ અંગેની વિગતો એવી છે કે, મવડી વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરા 3 પાનાની ચિઠ્ઠી લખી પોતે હિરોઇન બનવા માંગે છે અને પોતે હવે ટીવીમાં દેખાશે, તેવું લખીને ઘરેથી નીકળી ગઈ હતી. પરિવારને 3 પાનાની એક ચિઠ્ઠી મળી આવતા તેમણે માલવીયાનગર પોલીસ સ્ટાફને જાણ કરી અરજી આપતા પોલીસે તુરંત કાર્યવાહી કરી સગીરાને સહીસલામત તેના પરિવારને સોંપી હતી. 


પોલીસને સગીરા રાજકોટથી મુંબઈ જતી સૌરાષ્ટ્ર મેલમાં બેસીને મુંબઈ જવા રવાના થઈ હોવાની ચોક્સ બાતતમી મળતાં તેમણે રેલવે અને આરપીએફ પોલીસનો સંપર્ક કરતાં વિરમગામથી મળી આવી હતી. ત્યાંથી રાજકોટ લાવી પરિવારને સોંપી હતી. સગીરાને ટીવી સિરિયલો અને ફિલ્મો જોઇને હિરોઇન બનવાનો શોખ જાગ્યો હતો. તેમજ આ શોખમાં કંઈ જ વિચાર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. જોકે, પોલીસે સમજાવતાં તેને પોતાની ભૂલ સમજાઇ હતી.